________________
ધર્મબંધગ્રંથમાળા : ૧૧ ? રખેવાળી કરનારી કુદિની-માતાએ ચિકિત્સાનિપુણ વૈદ્યને બોલાવ્યો અને તેની યોગ્ય ચિકિત્સા કરવાનું જણાવ્યું. વૈદ્ય તેનું શરીર તપાસીને તથા નાડી પરીક્ષા કરીને કહ્યું કે “આના શરીરમાં કોઈપણ પ્રકારને રેગ નથી, પણ પુત્ર-પુત્રીનું જેલું ઉત્પન્ન થયું છે તેથી જ આ પીડા પ્રવર્તે છે.”
આ શબ્દો સાંભળીને કુટિનીએ વૈદ્યને વિદાય કર્યો અને કુબેરસેનાને કહ્યું કે “હે પુત્રી ! આ ગર્ભ તારા પ્રાણને નાશ કરશે, માટે રાખવા યોગ્ય નથી.”
કુબેરસેના વેશ્યાને વ્યવસાય કરતી હતી, પણ છેક હૃદયહીન ન હતી એટલે અપત્ય-પ્રેમની એક અવ્યક્ત ઊર્મિ તેના હૃદયને સ્પર્શી ગઈ અને તેણે કહ્યું કેઃ “માતા! ભવિતવ્યતાના યેગે મારા ઉદરમાં ગર્ભ ઉત્પન્ન જ થયું છે, તે તે કુશલ રહે. તેના માટે હું ગમે તે કઠિન કલેશ સહન કરીશ, પરંતુ ગભપાત તે નહિ જ કરું. મેં સાંભળ્યું છે કે જેઓ કાચા ગર્ભને ગાળે છે, કેઈ પણ પ્રકારે ભ્રણની હત્યા કરે છે, તેઓ અન્ય જન્મમાં નરકની ભયંકર યાતનાઓ સહન કરે છે અને તેમના કલેશને કેઈ સીમા હોતી નથી. તેના કરતાં હું અત્યારે થડે કલેશ સહન કરી લઉં તે શું છેટું છે?”
કુબેરસેના પિતાના આ નિશ્ચયને મક્કમતાથી વળગી રહી અને યોગ્ય સમયે તેણે પુત્ર-પુત્રીનું એક છેડલું પ્રસવ્યું. તે | વખતે પેલી કુટિની માતાએ કહ્યું કે “દીકરી ! પુત્ર-પુત્રીના
આ જોડલાને ઉછેરતા તારી જુવાનીને નાશ થશે, માટે વિઝાની પેઠે તેને ત્યાગ કર અને જેના પર આજીવિકાને મુખ્ય આધાર છે તે જુવાનીને જાળવી રાખ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com