________________
ભાઇ, પિતા, વડી
નવમું ! * ૧૦ :
ચારિત્રવિચાર જે એક ભવમાં જનની હોય છે, તે બીજા ભવમાં જાયા (પત્ની) બને છે અને જે એક ભવમાં જાયા હોય છે, તે બીજા ભવમાં જનની બને છે. તે જ રીતે જે એક ભવમાં પિતા હોય છે, તે બીજા ભવમાં પુત્ર બને છે અને જે એક ભવમાં પુત્ર હોય છે, તે બીજા ભવમાં પિતા બને છે. એટલે કર્મને વશ થયેલા જીને આ સંસારમાં વાસ્તવિક સગપણ સંબંધ જેવું કંઈ જ નથી.”
વળી એક જ ભવમાં સંસારનાં સગપણ-સંબંધે એવી રીતે ગુંચવાઈ જાય છે કે એક બાળકને ભાઈ, પુત્ર, દિયર, ભત્રીજે, કાકે અને પૌત્ર કહેવાને પ્રસંગ આવે છે; એક જ પુરુષને ભાઈ, પિતા, વડદાદે, ભરતાર, પુત્ર અને સસરે કહેવાને પ્રસંગ આવે છે, અને એક જ સ્ત્રીને માતા, દાદી, ભેજાઈ, પુત્રવધૂ, સાસુ અને શક્ય કહેવાને પ્રસંગ આવે છે. આ વાતની વિશેષ પ્રતીતિ કુબેરદત્તાની કથા યાને અઢાર નાતરાંને પ્રબંધ જાણવાથી થઈ શકશે. (૧૧) અદાર નાતરાને પ્રબંધ.
ધનધાન્યથી સમૃદ્ધ, અદ્ધિસિદ્ધિથી ભરપૂર અને વૈભવવિલાસથી પૂર્ણ મથુરા નામે નગરી હતી. ત્યાં વિવિધ પ્રકારના લેકે વસતા હતા અને વિવિધ પ્રકારના વ્યવસાય કરતા હતા. તેમાં કેટલીક સ્ત્રીઓ દુર્ભાગ્યના યોગે પિતાને દેહ વેચીને જીવનનિર્વાહ કરતી હતી. આ વર્ગમાં કુબેરસેના નામની એક સ્ત્રી હતી, જે પોતાના રૂ૫-લાવણ્યને લીધે ઘણી પ્રશંસા પામી હતી.
એક વખત તેના પિટમાં પીડા ઉત્પન્ન થઈ એટલે તેની
અને માતા
ય છે. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com