________________
નવમું :
: ૧૨ :
ચારિત્રવિચાર
આ શબ્દો સાંભળીને કુબેરસેનાએ જણાવ્યું કે “માતા ! તમારું કહેવું એક રીતે ઠીક છે, પણ મને આ પુત્ર-પુત્રી પર મમત્વ છે, માટે થોડા દિવસ તેમને સ્તનપાન કરાવવા દે. પછી હું તમારા કહ્યા પ્રમાણે કરીશ.” અને કુબેરસેનાએ એ પુત્ર-પુત્રીને દશ દિવસ પ્રેમપૂર્વક સ્તનપાન કરાવ્યું. પછી અગિયારમા દિવસે પુત્રનું નામ કુબેરદત્ત અને પુત્રીનું નામ કુબેરદત્તા પાડી, તે પ્રમાણેના અક્ષરે સોનાની બે મુદ્રિકાઓ પર કેતરાવીને, તે તે મુદ્રિકાવાળે સેનાને અછડે તેમના ગળામાં પહેરા અને તે બંનેને લાકડાની એક પેટીમાં મૂકીને સંધ્યાસમયે તે પેટીને જમના નદીના પ્રવાહમાં તરતી મૂકી દીધી.
ગર્ભાવસ્થામાં જેમની પૂરેપૂરી રક્ષા કરી હતી, જેમને પ્રેમપૂર્વક દશ દિવસ સુધી સ્તનપાન કરાવ્યું હતું, તેમને આ રીતે નદીના પ્રવાહમાં વહાવી દેતાં કુબેરસેનાને અકથ્ય વેદના થઈ, પરંતુ અન્ય ઉપાય નહિ હોવાથી તેણે એ વેદના સહન કરી લીધી અને પાછી પિતાના વ્યવસાયમાં લાગી ગઈ.
આ તરફ પિલી લાકડાની પેટી નદીના પ્રવાહમાં તણાતી તણાતી પ્રભાતસમયે શૈર્યપુર નગરે આવી અને સ્નાન કરવા માટે આવેલા બે શ્રેષ્ઠીપુત્રોની નજરે ચડી. એટલે તેમણે એ પેટીને સાચવીને બહાર કાઢી અને ઉઘાડીને જોયું તે તેમાં એ બાળકે નજરે પડ્યાં. તેમાં પુત્રને અથી હતે તેણે પુત્રને લીધે અને પુત્રીને અર્થે હતે તેણે પુત્રીને લીધી અને એ રીતે તે બંનેએ પિતાના ઘેર જઈને તેમણે પોતાની પત્નીઓને સેપ્યા. ત્યાં મુદ્રિકામાં લખેલા અક્ષરે અનુસાર તેમનાં કુબેરદત્ત
અને કુબેરદત્તા એવાં નામે પાડવામાં આવ્યાં અને તે બંને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com