________________
ધમધ-ગ્રંથમાળા
1 પુષ્પ
પણ કંઈ હરકત નથી. પ્રાચીન સાહિત્યમાં સાત ગુણવતાને ઉલ્લેખ આવે છે, તે આ જ દૃષ્ટિએ.”
સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ-ત્રત. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રત એટલે લૈ હિંસાને ત્યાગ. આ વ્રતમાં નિરપરાધી ત્રસ જીવેને સંકલ્પીને નિરપેક્ષપણે મારવા નહિ, એવું પ્રત્યાખ્યાન કરવામાં આવે છે. તેને સ્પષ્ટાર્થ એ છે કે-જે ત્રસ જીવેએ મારે કંઈ પણ અપરાધ કરેલો નથી તેમને હું વિના પ્રજને મારવાની બુદ્ધિએ મારીશ નહિ. આવું પ્રત્યાખ્યાન કરવાનું કારણ એ છે કે-આ જગતમાં જ બે પ્રકારના છે. એક રસ અને બીજા સ્થાવર. (ત્રસ એટલે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય. સ્થાવર એટલે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય.) તેમાંથી ગૃહસ્થ ત્રસની દયા પાળી શકે પણ સ્થાવની દયા પાળી શકે નહિ, કારણ કે તેમની હિંસા કર્યા વિના ખાવા-પીવા વગેરેનાં સાધને મેળવી શકાતાં નથી. આ જીવની જાણ થઈ શકે એટલે કે તેમની ઓછામાં ઓછી હિંસા કેમ થાય? તે પ્રયત્ન થઈ શકે. વળી ત્રસ જીવેમાં પણ ગૃહસ્થ નિરપરાધીની દયા પાળી શકે પણ અપરાધીની દયા પાળી શકે નહિ, કારણ કે તેમ કરવા જતાં રાજ્ય ચુંટવાઈ જાય, દેશ પરાધીન બને, ચર-લૂંટારા ગુંડા-બદમાશનું ચડી વાગે અને તેઓ સ્ત્રી, બાળકે, માલમત્તાં વગેરે તમામ વસ્તુઓને ઉઠાવી જાય. તાત્પર્ય કે-અપરાધીને શિક્ષા કરવાની છૂટ ન રાખે તે ગૃહસ્થનું કામ-ગૃહસ્થને વ્યવહાર ચાલી શકે નહિ. વળી ગૃહસ્થને
આજીવિકાદિ કારણે ખેતરે ખેડવાં પડે, ઘર તથા હાટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com