________________
. ધર્મબોધ-ગ્રંથમાળા
: ૩૧ :
ઃ પુષ્પ
તે સુવર્ણને ઉન્માદ ક્યાંથી હોય? અને સ્ત્રીનાં પ્રભક આલિંગ ગનેમાં આદર પણ કયાંથી હોય? અર્થાત્ તેને કંચન કે કામિનીને લેશ માત્ર પણ મેહ હોતે નથી. - “આત્મસ્વરૂપમાં મગ્ન થયેલાને જે સુખ હોય છે, તેનું વર્ણન કરવું શક્ય નથી. વળી તે સુખ પ્રિયતમાના આલિંગન સાથે કે બાવનાચંદનના લેપ સાથે સરખાવી શકાય તેવું પણ નથી. તાત્પર્ય કે-પ્રિયતમાના આલિંગનથી અને બાવનાચંદનના લેપથી જે સુખ ઉત્પન્ન થાય છે, તે આત્મનિમગ્નતાના સુખ આગળ એકદમ તુચ્છ છે.” (૧૮) પરભાવ
ખાન-પાનનું સુખ, વસ્ત્ર-આભૂષણનું સુખ, નેકર-ચાકરનું સુખ, ઉઠવા-બેસવાનું સુખ, મનહર મહાલમાં રહેવાનું સુખ, વાહનનું સુખ, ધનમાલનું સુખ, વ્યાપાર-રોજગારનું સુખ, પ્રતિષ્ઠાનું સુખ, અધિકારનું સુખ, પત્નીનું સુખ, પુત્રનું સુખ, કુટુંબનું સુખ, મિત્રો અને સ્વજનેનું સુખ એ પૌગલિક હેવાથી પરભાવ કહેવાય છે. તે માટે નિર્ગથ મહર્ષિઓએ કહ્યું છે કે
" सव्वं विलवियं गीयं, सव्वं नर्से विडम्बियं । સર ગામvir મા, સરવે ના દુહાવા છે”
તાવિક દષ્ટિએ બધાં ગીતે એક પ્રકારને વિલાપ છે, બધાં નૃત્યે એક પ્રકારની વિડંબના છે, સર્વ આભરણે ભાર સમાન છે અને સર્વ પ્રકારના કામ એકાંતે દુઃખને જ આપનારા છે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com