SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ નવમું: ': ૩ર : ચારિત્રવિચાર મહીપતિઓના મહેલમાં, ધનપતિઓના ધામમાં અને જાહેર સ્થાનમાં મનને હલાવવા સારુ ગાય અને ગાયિકાઓનાં ગાન થાય છે, અનેક પ્રકારના અંગમરોડે અને હાવભાવથી અલંકૃત નૃત્યેના જલસા ગોઠવાય છે, વળી રૂડા-રૂપાળા દેખાવા માટે હીરા-મોતી-માણેક અને સુવર્ણના અનેકવિધ આભરણે એકઠા કરવાનો પ્રયાસ થાય છે અને વિષયની તૃપ્તિ થાય તે માટે વિવિધ પ્રકારે ઓરડાની સજાવટે કરવામાં આવે છે, તેમાં બહુમૂલ્ય રાચરચીલું ગઠવવામાં આવે છે, તેને વિષયેત્તેજક ચિત્રથી સુશોભિત કરવામાં આવે છે અને પૌષ્ટિક દવાઓ-માત્રાઓ-યાકુતિઓ વડે વીર્યને સંચય કરવામાં આવે છે, પરંતુ તે બધાને આખરી અંજામ બૂરે હોય છે. તેથી જ અનુભવી પુરુષોએ કહ્યું કે સુંદર લાગતાં ગીતે એ આખરે ખૂબ રડાવનાર વિલાપ છે, મનહર જતાં મૃત્યે ઘણું કષ્ટ આપનારી વિડંબના છે, રમણીય જણાતાં આભૂષણે ફેગટને ભાર છે અને મીઠું-મધુરું લાગતું વિષયસુખ અનેક પ્રકારનાં દુખેને લઈ આવનારી બેરહમ બલા છે. જ્યાં સુધી પૌગલિક સુખની અસારતા સમજાય નહિ, જ્યાં સુધી કામગની આસક્તિ દૂર થાય નહિ, અને જ્યાં સુધી પરભાવમાં રમવાની લાંબા સમયની બૂરી આદત બદલાય નહિ ત્યાં સુધી સ્વભાવમાં સ્થિતિ થઈ શકતી નથી. એટલે પરભાવને ટાળ એ જ સ્વભાવમાં સ્થિર થવાને-નિજ સ્વભાવમાં મગ્ન થવાને સારો ઉપાય છે. (૧૯) પરભાવ કન્યાની પરીક્ષા. અહં ક્ષારિકા’ ‘હું બ્રહ્મ છું” “ હા જં ગરિકા ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034795
Book TitleCharitra Vichar - Samyak Charitranu Swarup
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktivimal Jain Mohan Granthmala
Publication Year1952
Total Pages85
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy