________________
ધમબોધ ગ્રંથમાળા
: ૬૦ :
ધર્મ પાળે તેનું સ્મરણ થયું છે અને તેથી નરક, તિર્યંચ આદિ ગતિના અનેક દુખેથી ભરેલા સંસારસમુદ્રથી નિવૃત્ત થવાને ઇચ્છું છું, માટે મને આજ્ઞા આપ. હું પવિત્ર પ્રવજ્યા (સવવિરતિ ચારિત્રની દીક્ષા) ગ્રહણ કરીશ. | હે માતાપિતા! પરિણામે કિપાક ફળની પેઠે નિરંતર કડવાં ફળ દેનારા અને એકાંત દુઃખની પરંપરાથી જ વીંટળાચેલા એવા ભેગે મેં ખૂબ ભેળવી લીધા છે. વળી આ શરીર અશુચિથી ઉત્પન્ન થયેલું હોઈ કેવળ અપવિત્ર અને અનિત્ય છે તથા દુઃખ અને કલેશનું ભાજનપાત્ર છે. પાણીના ફીણ કે પરપોટા જેવા ક્ષણિક શરીરમાં આસક્તિ શી? તે હમણું કે પછી જરૂર જવાનું છે, તેમાં હું કેમ લેભાઉં? પીડા અને રેગના ઘર સમાન તથા જરા અને મરણથી ઘેરાયેલા આ અસાર અને ક્ષણભંગુર મનુષ્યદેહમાં હવે એક ક્ષણમાત્ર હું આનંદ પામી શકું તેમ નથી. અહ! આ આખો સંસાર દુઃખમય છે, અને તેમાં રહેલાં પ્રાણુઓ જન્મ-જરા–રેગમરણનાં દુખેથી પલાઈ રહ્યાં છે.
હે માતાપિતા ! આ ઘર, સુવર્ણ, પુત્ર, સ્ત્રી, બંધુઓ, બહેને અને શરીરને છોડીને મારે વહેલું કે મેડું અવશ્ય જવાનું છે.
હે માતાપિતા! ઘર બળતું હોય ત્યારે તે ઘરને માલીક અસાર વસ્તુઓને છેડી પહેલાં બહુ મૂલ્યવાળી વસ્તુઓ જ કાઢી લે છે, તેમ આ આખે લેક જરા અને મરણથી બળી રહ્યો છે. આપ મને આજ્ઞા આપે તે તેમાંથી તુચ્છ એવા કામગને તજીને કેવળ મારા આત્માને જ ઉગારી લઉં.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com