________________
નવમું :
ચારિત્રવિચાર
સમ
તરણ પુત્રની આવી તાલાવેલી જોઈ માતાપિતાએ કહ્યું: “હે પુત્ર! સાધુપણું ઘણું કઠિન છે, સાધુપુરુષને જીવનપર્યત પ્રાણુંમાત્ર પર સમભાવ રાખવો પડે છે, શત્રુ અને મિત્ર બંનેને સમાન દષ્ટિએ જેવાના હોય છે અને હાલતાં ચાલતાં ખાતાં એમ પ્રત્યેક ક્રિયામાં થતી સૂક્ષમ હિંસાથી પણ વિરમવું પડે છે. આ સ્થિતિ ખરેખર ઘણી દુર્લભ છે. - સાધુને જીવન પર્યન્ત ભૂલેચૂકે પણ અસત્ય બોલવાનું હેતું નથી. સતત સાવધાન રહીને હિતકારી છતાં સત્ય બોલવું એ ઘણું કઠિન છે.
સાધુને દાંત ખેતરવાની સળી પણ રાજીખુશીથી દીધા વિના લઈ શકાતી નથી. તેવી રીતે દેષરહિત ભિક્ષા મેળવવી એ પણ અતિ કઠિન છે.
કામભેગેના રસને જાણનારાએ મૈથુનથી સાવ વિરક્ત રહેવું એ કંઈ સામાન્ય વાત નથી. આવું ઘર બ્રહ્મચર્ય પાળવું અતિ કઠિન છે.
ધન, ધાન્ય કે દાસાદિ કઈ પણ વસ્તુને પરિગ્રહ ન રાખ, તેમજ સંસારની હિંસાદિ સર્વ કિયાઓને ત્યાગ કરે તે દુષ્કર છે. ત્યાગ કરીને કઈ વસ્તુ પર મમતા પણ ન રાખવી તે અતિ દુષ્કર છે.
અન્ન, પાણી, મેવા કે મુખવાસ એ ચાર પ્રકારના આહારમાંથી કોઈપણને ઉપયોગ રાત્રે કરી શકાય નહિ, તેમજ કોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com