SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ધમધ-ગ્રંથમાળા : ૫૮ : * પુષ્પ સવારે અને સાંજે વસ્ત્રો, ઉપકરણે તથા પાત્રને સૂક્ષ્મતાથી જેવાં એ પ્રતિલેખના કહેવાય છે. તેમાં સવારની પ્રવિલેખનામાં બધી મળીને ૧૪ વસ્તુઓનું પ્રતિલેખન કરવાનું હોય છે. અને સાંજની પ્રતિલેખનામાં ૧૧ વસ્તુઓનું પ્રતિલેખન કરવાનું હોય છે. એ રીતે પ્રતિલેખના પચીશ પ્રકારની ગણાય છે. મનગુપ્તિ. વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ ત્રણ ગુણિએ છે. તેમાં મનને ઓછામાં ઓછે ઉપગ કર કે તેને શુભેપગમાં એકાગ્ર રાખવું એ મને ગુપ્તિ છે. વાણીને ઓછામાં એ છે ઉપગ કરે અને તેમાં જયણ રાખવી અથવા સર્વથા મૌન લેવું, એ વચનગુપ્તિ છે અને કાયાવડ ઓછામાં એ જ્યણાપૂર્વક હલનચલન કરવું એ કયગુપ્તિ છે. અભિગ્રહ ચાર પ્રકારે થાય છેઃ (૧) દ્રવ્યથી, (૨) ક્ષેત્રથી, (૩) કાળથી અને (૪) ભાવથી. અમુક દ્રવ્ય મળે તે જ લેવું એ દ્રવ્યથી અભિગ્રહ કહેવાય છે, અમુક ઘરમાંથી કે અમુક લતા વગેરેમાંથી મળે તે જ લેવું એ ક્ષેત્રથી અભિગ્રહ કહેવાય છે, અમુક કાળે મળે તે જ લેવું એ કાળથી અભિગ્રહ કહેવાય છે અને અમુક સ્થિતિ-સંગમાં મળે તે જ લેવું એ ભાવ અભિગ્રહ કહેવાય છે. પ્રભુ શ્રી મહાવીરના જે અભિગ્રહનું મહાસતી ચંદનબાલાના હાથે પારણું થયું હતું તે અભિગ્રહ આ ચારે પ્રકારને હતે. આ રીતે ચરણસિત્તરી અને કરણસિત્તરીનું પાલન કરવાથી સર્વ ચારિત્રને સંપૂર્ણ વિકાસ થાય છે. આ ચારિત્ર ધારણ કરનારની સમજણ અને ક્રિયા કેવી હોય છે, તે પર મૃગાપુત્રની કથા સુંદર પ્રકાશ પાડે છે. પાલન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034795
Book TitleCharitra Vichar - Samyak Charitranu Swarup
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktivimal Jain Mohan Granthmala
Publication Year1952
Total Pages85
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy