________________
નવમું : ૫૭ :
ચારિત્રવિચાર એ બાર ભાવનાઓ છે. તેમાં સર્વ પદાથે અનિત્ય છે, એ ચિંતવવું તે અનિત્ય ભાવના છે; સંસારમાં પ્રાણીને કોઈનું શરણ નથી, એમ ચિંતવવું તે અશરણુ ભાવના છે; જન્મ, જરા અને મરણથી આ સંસાર ભરેલે છે તથા અનાદિ પરિભ્રમણનું કારણ છે, એમ ચિંતવવું એ સંસાર ભાવના છે; હું એકલે જ છું, એકલે આવ્યો છું ને એકલે જવાને છું, એમ ચિંતવવું એ એકત્વ ભાવના છે; આ આત્મા ધન, બંધુ તથા શરીરથી જુદે છે, એમ ચિંતવવું એ અન્યત્વ ભાવના છે; શરીરનું અપવિત્રપણું ચિંતવવું એ અશુચિ ભાવના છે; કર્મના હેતુઓને ચિંતવવા એ આસવ ભાવના છે; સંયમનું સ્વરૂપ ચિંતવવું એ સંવર ભાવના છે; તપને મહિમા ચિંતવ એ નિર્જરા ભાવના છે; જિનેશ્વરએ કહેલો ધર્મ મહાપ્રભાવશાળી છે, એમ ચિંતવવું એ ધર્મસ્યાખ્યાત ભાવના છે; ચૌદ રાજલકનું સ્વરૂપ ચિંતવવું એ લોક ભાવના છે અને સમ્યક્ત્વની દુર્લભતા ચિંતવવી એ બધિદુર્લભ ભાવના છે.
બાર પ્રકારની ભિક્ષુ ડિમા-ભિક્ષુપ્રતિમા માટે કહ્યું છે કે – "मासाई संत्तता पढमाबिइतइअसत्तरायदिणा ।
अहराइ एगराई भिक्खूपडिमाण बारसंग ॥" (૧) માસિકી, (૨) કૈમાસિકી, (૩) વૈમાસિકી, (૪) ચાતુર્માસિકી, (૫) પંચમાસિકી, (૬) વાર્માસિકી, (૭) સપ્તમાસિકી, (૮) પ્રથમ સપ્તરાત્રિદિવા, (૯) દ્વિતીય સસરાત્રિદિવા (૧૦) તૃતીય સસરાત્રિદિવા, (૧૧) અરવિકી અને (૧૨) એકરાત્રિકી–એ બાર ભિક્ષુપ્રતિમાઓ છે.
પાંચ ઇંદ્રિયોને નિરોધ પ્રસિદ્ધ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com