________________
ધર્મબોધ-ચંથમાળા
: ૪૪ :
સુબંધુએ આ વાતની ખાતરી કરવા તે ડાબલી એક બીજા પુરુષને સુંઘાડી જોઈ, પછી તેને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું અને સુંદર વસ્ત્રાભૂષણથી સજજ કરીને પલંગ પર સૂવાડ્યો કે તરત જ તે મૃત્યુ પામ્યા. આથી તેને ખાતરી થઈ કે ચાણક્ય કાગળમાં જે લખ્યું તે સાચું હતું, એટલે જીવનની રક્ષા માટે તેણે પણ સ્ત્રી, પલંગ, વસ્ત્રાભૂષણ અને સ્વાદિષ્ટ ભેજનને ત્યાગ કરવું જોઈએ. તેથી તે દિવસથી માંડીને સુબંધુએ એ દરેક વસ્તુને ત્યાગ કર્યો. આ અનિચ્છાએ કરાયેલે ત્યાગ એ વાસ્તવિક ત્યાગ નથી. બીજા શબ્દોમાં કહીએ તે આ જાતને ત્યાગ એ બાહ્ય ત્યાગ કે દ્રવ્યત્યાગ છે પણ આંતરિક ત્યાગ કે ભાવત્યાગ નથી. (૨૮) સર્વત્યાગ અને દેશયાગ.
“અહીં સર્વત્યાગ અને દેશ ત્યાગ શબ્દોથી શું અભિપ્રેત છે?” તેને ઉત્તર એ છે કે પાપવ્યવહાર મનથી પણ થાય છે, વચનથી પણ થાય છે અને કાયાથી પણ થાય છે. વળી તે પિતે કરવાથી થાય છે, બીજા પાસે કરાવવાથી પણ થાય છે અને કેઈ કરતું હોય તેને અનુમોદન આપવાથી પણ થાય છે. આ સર્વ પ્રકારે ત્યાગ કરે તે સર્વત્યાગ છે અને તેથી ઓછો ત્યાગ કરે તે દેશયાગ છે. એટલે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ એ પાંચ પાપને મન, વચન અને કાયાથી કરવાં નહિ, કરાવવાં નહિ અને અનુમોદવા પણ નહિ એ પાપવ્યાપારને સર્વત્યાગ છે અને સર્વવિરતિરૂપ ચારિત્ર છે, જ્યારે તે પાપની સ્થલ એટલે મોટી મોટી બાબતેને ત્યાગ કરે તે દેશવિરતિરૂ૫ ચારિત્ર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com