________________
નવમું :
: ૪૩ :
ચારિત્રવિચાર
(ર૭) ત્યાગની વ્યાખ્યા
ત્યાગ કોને કહેવાય? એને ઉત્તર એ છે કે-હેય વસ્તુને પિતાની ઈચ્છાથી છોડી દેવી તેને ત્યાગ કહેવાય છે, પરંતુ સુબંધુની માફક અનિચ્છાથી છોડવી તેને ત્યાગ કહેવાતું નથી.
સમ્રા ચંદ્રગુપ્તના મૃત્યુ પછી તેની ગાદીએ બિંદુસાર આવ્યા, ત્યારે નંદ રાજાને સંબંધી સુબંધુ તેને પ્રધાન થયો. આ સુબંધુને ચાણક્ય ઉપર ઘણે દ્વેષ હતું, એટલે તેણે અનેક પ્રકારની યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવીને રાજાનું મન તેના પ્રત્યે અભાવવાળું કર્યું. આ વસ્તુસ્થિતિ ચતુર ચાણક્ય તરત જ પામી ગયા અને પિતાનું અપમૃત્યુ ન થાય તે માટે પિતાની સઘળી માલમિલ્કતની વ્યવસ્થા કરીને તેણે અણસણ(આહારત્યાગ)ને રાહ લીધે. પરંતુ એ રીતે મરતાં પહેલાં તેણે એક ડાબલી તૈયાર કરી અને તેને પિતાના પટારામાં રાખી મૂકી. - હવે ચાણકય મૃત્યુ પામતાં સુબંધુએ તેનું ઘર રહેવાના મિષથી રાજા પાસેથી માગી લીધું અને તેમાંની બધી વસ્તુઓ કમશઃ તપાસવા માંડી. તે વેળા પેલે પટારો પણ તપાસ્ય, તે તેમાંથી એક બંધ પિટી નીકળી. સુબંધુએ એ પેટીને પણ ઉઘાડી નાખી, તે તેમાંથી બીજી બંધ પેટી નીકળી. આમ પેટીની અંદરથી પેટી નીકળતાં છેવટે પેલી ડાબલી નીકળી અને તેને ઉઘાડતાં તેમાંથી એક પ્રકારની સુગંધ નીકળી તથા એક કાગળ મળી આવ્યો. તે કાગળમાં લખ્યું હતું કે “જે મનુષ્ય આ ડાબલીની સુગંધને સુંઘે, તેણે ત્યારથી માંડીને જીવનપર્યત સ્ત્રી, પલંગ, આભૂષણ અને સ્વાદિષ્ટ ભજનને ત્યાગ કરે તથા કઠેર જીવન ગાળવું, અન્યથા તેનું મૃત્યુ થશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com