________________
ધર્મબોધ-ગ્રંથમાળા
.: ૪૨ :
* પુષ્પ
(૨) મૃષાવાદ–જૂઠું બોલવું તે. (૩) અદત્તાદાન ચેરી કરવી તે. (૪) મૈથુન–અબ્રહ્મ સેવવું તે. (૫) પરિગ્રહ-મમત્વ બુદ્ધિથી વસ્તુને સંગ્રહ કરે તે. (૬) કેધ–ગુસ્સે કરે તે. (૭) માન-અભિમાન રાખવું તે. (૮) માયા–કપટ કરવું તે. (૯) લેભ–તૃષ્ણ રાખવી તે. (૧૦) રાગ–પ્રીતિ કરવી તે. (૧૧) દ્વેષ–અપ્રીતિ કરવી તે. (૧૨) કલહ-કંકાસ કરે તે. (૧૩) અભ્યાખ્યાન–આળ ચડાવવું તે. (૧૪) પૈશુન્ય –ચાડી ખાવી તે. (૧૫) રતિ–અરતિ––હર્ષ અને શેક કરે તે. (૧૬) પર પરિવાદ–અન્યને અવર્ણવાદ બેલ તે. (૧૭) માયામૃષાવાદ–પ્રપંચ કરે તે. (૧૮) મિથ્યાત્વશલ્ય –વિપરીત શ્રદ્ધા કરવી તે.
કોધ-માન-માયા-લભ-રાગ-દ્વેષ-કલહ-અભ્યાખ્યાન-ઐશુન્ય--રતિ અરતિ–પર પરિવાદ-માયામૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય વડે યા તે હિંસા થાય છે, યા તે જૂઠું બેલાય છે, યા તે ચેરી કરાય છે, યા તે અબ્રા સેવાય છે કે વસ્તુને મમત્વપૂર્વક સંગ્રહ થાય છે, તેથી પ્રાણુતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ એ પાંચને જ મુખ્ય પાપ માનવામાં આવ્યાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com