________________
નવમું :
ચારિત્રવિચાર (૨૯) સર્વવિરતિ ચારિત્ર
સંસારની અસારતાને પૂરેપૂરી જાણ ચૂકેલે, ભવભ્રમણથી ખેદ પામેલે અને વિનયાદિ ગુણેથી યુક્ત વિરક્ત આત્મા સર્વવિરતિ ચારિત્રને અધિકારી ગણાય છે અને તેને ગ્રહણ કરવાથી સાધુ, યતિ કે શ્રમણ થયેલ મનાય છે. આ ચારિત્ર ગ્રહણ કરતી વખતે સર્વ પાપાચારના ત્યાગ માટે નીચેનું પ્રત્યાખ્યાન કરવામાં આવે છે.
करेमि भंते ! सामाइयं, सव्वं सावज्जं जोगं पच्चक्खामि, जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं, न करेमि, न कारवेमि, करंतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिकमामि, निंदामि, गरिहामि, अप्पाणं वोसिरामि ॥"
“હે ભદંત ! હું સામાયિક (નામનું ચારિત્ર ગ્રહણ) કરું છું. તે અંગે સર્વ પાપવ્યાપારનું પ્રત્યાખ્યાન કરું છું, યાજજીવ ત્રિવિધ ત્રિવિધે, મનથી, વચનથી અને કાયાથી કરું નહિ, કરાવું નહિ, અન્ય કરતે હોય તેને સારું જાણું નહિ, હે ભદત ! તે સંબંધી ભૂતકાળમાં જે પાપ કર્યું હોય તેનાથી હું પાછો ફરું છું, તેની હું આત્મસાક્ષીએ નિંદા કરું છું, તેની હું ગુરુસાક્ષીએ નિંદા કરું છું અને તેવી પાપી વૃત્તિવાળા આત્માને-પાપી વૃત્તિઓને ત્યાગ કરું છું.'
શાસ્ત્રકારોએ સર્વવિરતિ ચારિત્રને (૧) સામાયિક (૨) છેદે સ્થાનીય (૩) પરિહારવિશુદ્ધિ (૪) સુક્ષ્મસંપરાય (૫) યથાખ્યાત એમ પાંચ પ્રકારનું માનેલું છે, એટલે સામાયિક એ પ્રથમ પ્રકારનું ચારિત્ર છે અને તેને ધારણ કરવા માટે જ પ્રસ્તુત પ્રત્યાખ્યાન કરવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com