________________
ધમધ-ચંથમાળા : ૩૮ :
* પુષ્પ ક્રિયાને સંગ થાય તે સંસારના દાવાનળમાંથી બચીને મેલનગરીએ સહીસલામત પહોંચી શકાય. (૨૨) શૂન્ય ઘરનું દષ્ટાંત - જ્ઞાન અને ક્રિયાના સંગનું વિશેષ મહત્વ શૂન્ય ઘરના દષ્ટાંતથી સમજાય છે, તે એ રીતે –અનેક બારી-બારણાં તથા છિદ્રોવાળું એક ઘર ઘણા વખતથી ઉઘાડું પડેલું છે અને તેમાં કેઈને વાસ નથી. હવે એક મનુષ્યને તેમાં રહેવાની ઈચ્છા થાય છે, તેથી દીવ લઈને તેમાં પ્રવેશ કરે છે અને તેનાં બધાં બારી-બારણાં બંધ કરીને, સાવરણીવડે તેમાં બધે કચરો સાફ કરી નાખે છે, તેથી એ ઘર રહેવા લાયક બને છે અને તેમાં પેલે પુરુષ સુખેથી નિવાસ કરે છે. તે જ રીતે આસવરૂપ ઉઘાડા દ્વારવાળે જીવરૂપ એરડો મેક્ષના સુખથી શૂન્ય છે અને મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગરૂપ પવનવડે આવેલા કર્મરૂપી કચરાથી ભરાયેલ છે. તેને મેક્ષસુખના નિવાસ માટે શુદ્ધ કરવાનું છે. તેથી આત્મઅનાત્મ વગેરેને ભેદ બતાવનારા જ્ઞાનરૂપી દીવાની જરૂર છે; નવાં કર્મો પ્રવેશ ન પામે તે માટે બારી-બારણું બંધ કરવાની ક્રિયારૂપ સંયમની અગત્ય છે અને લાગેલાં કર્મો નાશ પામે તે માટે સંમાર્જનની ક્રિયારૂપ તપની પણ આવશ્યકતા છે. આ રીતે જ્ઞાન તથા યિાને સંયોગ થાય તે જ જીવ મોક્ષસુખને પામી શકે છે. (૨૩) જ્ઞાન, સંયમ અને તપ.
એક સ્થળે આર્ય મહર્ષિઓએ કહ્યું છે કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com