________________
નવમું :
ચારિત્રવિચાર
આપણું મૂળસ્વરૂપ ભૂલી ગયા છીએ અને દેહને જ હું માનવા લાગ્યા છીએ, પણ એ વિચાર કરતા નથી કે
(૧) આપણે આત્મા સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દથી રહિત એવે ચૈતન્ય દેવ છે, જ્યારે દેહ તે લેહી, માંસ, ચરબી, હાડકાં અને ચામડાંરૂપ પુદ્ગલની બનાવટ છે, તે તે “હું” કેમ હોઈ શકે?
(૨) આપણો આત્મા શસ્ત્રોથી છેદા નથી, અસ્ત્રોથી ભેદા નથી, રેગથી ઘેરાત નથી કે કદી વિકૃતિ પામતું નથી,
જ્યારે દેહ તે શસ્ત્રોથી છેદાય છે, અસ્ત્રોથી ભેદાય છે, રોગથી ઘેરાય છે અને ગમે ત્યારે વિકૃતિ પામે છે, તે તે “હું” કેમ હોઈ શકે?
(૩) આપણે આત્મા કદી જન્મેલે નથી એટલે અજ છે, કદી વૃદ્ધ થતું નથી એટલે અજર છે અને કદી મૃત્યુ પામતું નથી એટલે અમર છે, જ્યારે દેહ તે જમેલે છે, વૃદ્ધાવસ્થાને પામનાર છે અને મૃત્યુ આવ્યું તેને આધીન થનારે છે, તે તે “હું” કેમ હોઈ શકે?
(૪) આપણે આત્મા પવિત્ર છે, શુદ્ધ છે તથા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યને સ્વામી છે, જ્યારે દેહ તે અપવિત્રતાથી ભરેલો છે, અશુચિનું ધામ છે અને તેના દશ દરવાજેથી લીંટ, લાળ, પ્રવેદ વગેરે ગંદકીને પ્રવાહ નિરંતર વહ્યા કરે છે, તે તે “હું” કેમ હોઈ શકે?
એટલે “હું દેહ નથી, પણ આત્મા છું' એવો વિચાર બરાબર સ્થિર થ ઘટે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com