________________
નવમું : .: ૧૪ કે
ચારિત્રવિચાર કે “કુબેરદત્તા મારી બહેન છે અને તેની સાથે મારાં લગ્ન થયાં, તે ઘણું જ છેટું થયું છે.”
પછી આ વાતની વિશેષ ખાતરી કરવા તેમણે પિતપોતાની માતાઓને સેગન દઈને પૂછ્યું કે “અમારી ઉત્પત્તિ શી રીતે થઈ છે, તે કહે.” ત્યારે તેમની માતાઓએ નદીના પ્રવાહમાં પેટી તણાતી આવી હતી ત્યાંથી માંડીને બધી હકીક્ત અક્ષરશઃ કહી સંભળાવી. આ સાંભળીને કુબેરદત્તે પોતાના પાલક માતાપિતાને કહ્યું કે “હે માતા ! હે પિતા ! અમે સાથે જન્મેલાં છીએ, એમ જાણવા છતાં તમે અમારે વિવાહ-સંબંધ કેમ કર્યો?” ત્યારે પાલક માતા-પિતાએ કહ્યું કે “અમે ઘણે ઘણે પ્રયત્ન કર્યો પણ તારા યોગ્ય અન્ય કન્યા નહિ જડવાથી આ કામ કર્યું છે. પરંતુ હજી કંઈ બગડી ગયું નથી. માત્ર તમારે હસ્તમેળાપ જ થયું છે પણ શરીરસંગ થયે નથી, એટલે આ વિવાહ ફેક કરીને તેને બીજી કન્યા પરણાવીશું.”
કુબેરદત્તે કહ્યું: “આપને આ વિચાર યુગ્ય છે, પણ હાલ તે હું પરદેશ જઈને ધન કમાવાની ઈચ્છા રાખું છું અને તે પ્રાપ્ત કર્યાબાદ જ બીજા લગ્ન કરીશ; માટે મને આજ્ઞા આપે.”
કુબેરદત્તનાં આવાં વચને સાંભળીને તેના પાલક માતાપિતાએ તેને પરદેશ જવાની રજા આપી અને એક શુભ દિવસે તેણે ઘણું કરિયાણું લઈને પરદેશ ભણી પ્રયાણ કર્યું. હવે તે કુબેરદત્ત પિતાની પાસેનાં કરિયાણુને વેચતે અને તેમાંથી ઉપજેલાં નાણાંમાંથી નવાં નવાં કરિયાણું ખરીદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com