________________
ધર્મબંધગ્રંથમાળા : ૭૬ :
દેશાવકાશક-ત્રત વતેમાં રાખેલી સામાન્ય મર્યાદાને દૈનિક જીવન પૂરતું સંકેચ કરે તે દેશાવકાશિક વ્રત કહેવાય છે. તેમાં રેજ પ્રાતઃકાળે નીચેની ચૌદ વસ્તુઓને લગતા નિયમે ધારવામાં આવે છેઃ (૧) સચિત્ત વસ્તુ, (૨) દ્રવ્ય, (૩) વિકૃતિ, (૪) ઉપાન, (૫) તંબેલ, (૬) વસ્ત્ર, (૭) કુસુમ-પુષ્પ, (૮) વાહન, (૯) શયન, (૧૦) વિલેપન, (૧૧) બ્રહ્મચર્ય, (૧૨) દિશા, (૧૩) સ્નાન અને (૧૪) ભજન.
આઠ સામાયિક અને સવાર સાંજ બે પ્રતિક્રમણ એમ દશ સામાયિક આખા દિવસમાં કરીને દેશાવગાસિક વ્રત કરવાને વ્યવહાર આજે આ દશમા વ્રતમાં પ્રવર્તે છે.
પિષધોપવાસ.વ્રત પર્વતિથિ વગેરેના દિવસે પણ આહાર, શરીરસત્કાર, ગૃહવ્યાપાર અને અબ્રહ્મચર્યનો ત્યાગ કરી ચાર પ્રહર અથવા આઠ પ્રહર સુધી સામાયિકની કરણી કરવી તે પૌષધોપવાસ કહેવાય છે.
અતિથિસંવિભાગવત પૌષધને ઉત્તરપારણે અતિથિ એટલે સાધુઓને પરમ વિનય પૂર્વક નિર્દોષ વસ્તુઓને સંવિભાગ કરે એટલે કે તેમને શુદ્ધ વસ્તુઓનું દાન કરવું તે અતિથિસંવિભાગ વ્રત કહેવાય છે.
- આ ચારે શિક્ષાવ્રતનું પાલન કરવાથી આત્માને નિરવાનિષ્પાપી જીવન ગાળવાની શિક્ષા તાલીમ મળે છે, જેથી સર્વ વિરતિ ચારિત્ર પાળવાની યોગ્યતા આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com