________________
નવ :
[: ૭૫ :
ચારિત્રવિચાર
(૧) સરદહતલાવસેસણુકશ્મ-સરેવર, ધરા, તળાવ
વગેરેનાં પાણી સૂકવવાને ધંધો.
(૧૫) અસપિસણુકમ-હિંસક જાનવરોને ઉછેરવાને
તથા વેચવાને ધ તેમજ વેશ્યાઓ, દાસીઓ વગેરે રાખીને કુટ્ટણખાનાં ચલાવવાને ધંધે.
અનર્થદંડવિરમણ-ત્રત અનર્થદંડવિરમણ વ્રત એટલે આત્મા વિના-પ્રજને દંડાય તેવી પ્રવૃત્તિઓમાંથી અટકી જવાનું વ્રત. તેમાં અપધ્યાન એટલે આદ્રધ્યાન અને રૌદ્રધ્યાનને ત્યાગ કરવામાં આવે છે, પ્રમાદ આચરણ એટલે મઘ, વિષય, કષાય (વધારે પડતી) નિદ્રા અને વિકથાને ત્યાગ કરવામાં આવે છે, હિંસાપ્રદાન એટલે જેનાથી હિંસા થાય તેવી વસ્તુઓ બીજાને ન આપવાને ત્યાગ કરવામાં આવે છે અને પાપકર્મોપદેશ એટલે પાપ થાય તે ઉપદેશ કરવાને ત્યાગ કરવામાં આવે છે. વેરીઓનું નિકંદન કાઢે, માછલાં પકડવાને જાળ નાંખે, વાછરડાઓની ખસી કરે વગેરે વચનપ્રયોગોને સમાવેશ પાપકર્મોપદેશમાં થાય છે.
સામાયિક-વત
સર્વ સાવધ વ્યાપારી છોડીને બે ઘડી સુધી નિરવઘ વ્યાપાર કરે એટલે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના કરવી તે સામાયિક કહેવાય છે. તેના વડે સમતા કેળવાય છે, તથા મન, વચન અને કાયા પર કાબૂ આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com