________________
ધમધ-ચંથમાળા
: ૩૬ :
એક પૈડાથી રથ ચાલતું નથી, વળી આંધળે અને પાંગળે વનમાં ગયા. ત્યાં ભેગા થયા તો નગરમાં પ્રવેશ કરી શા માટે જ્ઞાન અને ક્લિાને સંગ થાય તે જ એક્ષફલની પ્રાપ્તિ થાય છે.”
અહીં આંધળા અને પાંગળાનું ઉદાહરણ આ રીતે સમજવાનું છે – (૨૧) આંધળા અને પાંગળે
કેઈ નગરના લેકે રાજાના ભયથી અરણ્યમાં ગયા, પરંતુ ત્યાં પણ ચોરને ભય લાગવાથી પિતપતાનાં વાહનોને ત્યાગ કરીને ચાલ્યા ગયા. તે વખતે એક આંધળે અને એક પાંગળ ત્યાં જ રહી ગયા. એવામાં તે અરણ્યમાં દાવાનળ પ્રકટ્યો. એટલે અથડાતા–ફટાતા તે બંને જણ એક સ્થળે ભેગા થયા અને “આતમાંથી કેમ બચવું?” તેને વિચાર કરવા લાગ્યા.
આંધળાએ કહ્યું-ભાઈ પંગુ! મારામાં ચાલવાની શક્તિ ઘણું છે પણ આંખે દેખાતું નથી, એટલે ખાડાખડિયામાં પડી જાઉં છું કે જાળઝાંખરામાં ભરાઈ જાઉં છું, તેથી મારું ચાલવું બેકાર છે, અરે રે! આ આફતમાંથી આપણે કેમ બચી શકીશું?”
પાંગળાએ કહ્યું-“ભાઈ પ્રજ્ઞાચક્ષુ! મારી આંખે ઘણું પાણીદાર છે અને દૂર દૂરને રસ્તો પણ બરાબર જોઈ શકે છે, પરંતુ મારા પગમાં ચાલવાની જરાયે તાકાત નથી. જરા ચાલવા જઉં છું કે ગબડી પડું છું, તેથી તદ્દન લાચાર છું. ખરેખર ! આપણે બંને આફતમાં આબાદ સપડાઈ ગયા છીએ !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com