________________
નવમું :
: ૨૦ :
ચારિવાવિવાર હતું અને “ધાડ કેમ પાડવી?” “વાટ કેમ મારવી?” તથા “જતા આવતા મુસાફરોને યુક્તિથી કેવી રીતે લુંટી લેવા ?” તેનું પ્રયોગાત્મક શિક્ષણ આપ્યું હતું. તેથી લૂંટના કામમાં તે પાવર બન્યું હતું અને તેના વડે જ પિતાને તથા પિતાના કુટુંબીઓને નિર્વાહ કરતે હતે.
એક દિવસ રતનિયે ધંધા અર્થે અરણ્યમાં ફરતે હિતે ત્યાં એક મહર્ષિ પાસેના રસ્તેથી પસાર થયા. એટલે રતનિયાએ તેમને રસ્તે આંતર્યો અને તેમની પાસે જે કંઈ હોય તે મૂકી દઈને ચાલતા થવાનું જણાવ્યું. પરંતુ મહર્ષિ પાસે ખાસ શું હોય? તેમણે એક ભગવી કફની પહેરી હતી. ખભે ગરમ કાંબળી નાખી હતી, એક હાથમાં કમંડળ પકડયું હતું અને બીજા હાથમાં દંડ ધારણ કર્યું હતું. તેમને આ વસ્તુઓ પર જરાયે મમત્વ ન હતું, પરંતુ રતનિયાની હાલત જોઈને દયા આવી, એટલે તેના પર અનુગ્રહ કરવાના હેતુથી કહ્યું કે “હે ભાઈ! તારે મારી પાસેથી જે કંઈ જોઈતું હોય તે ખુશીથી લઈ લે, પણ તને એક સવાલ પૂછું છું, તેને જવાબ આપ કે તું આ નીચ ધંધે કોના માટે કરે છે ?'
રતનિયાએ કહ્યું: “મારા કુટુંબ માટે. મારે માતા, પિતા, પત્ની, પુત્ર અને પુત્રીઓનું બહેળું કુટુંબ છે. તે બધાને નિર્વાહ હું આ ધંધા વડે કરું છું.”
મહર્ષિએ કહ્યું: “ભાઈ! તું જેમને માટે આ ઘેર પાપ કરી રહ્યો છે, તે સ્ત્રી, પુત્ર વગેરે શું તારા આ પાપમાં ભાગીદાર થશે ખરાં?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com