________________
ધર્મબોધ-ચંથમાળા
: ૧૦ :
: પુષ્પ
દત્તે એ નગરીમાં બિરાજતા એક પંચમહાવ્રતધારી મુનિરાજ આગળ દીક્ષા લીધી અને કુબેરસેનાએ કુબેરદત્તા આગળ સમ્યકત્વ સહિત શ્રાવકનાં બાર વતે ધારણ કર્યા. આ રીતે કુબેરદત્તા સાધ્વી બંધુ અને માતાને ઉદ્ધાર કરીને અન્યત્ર વિહાર કરી ગયા અને શમ-દમથી પિતાના આત્માને ભાવિત કરતા પૃથ્વીપટ પર વિચરવા લાગ્યા.
તાત્પર્ય કે-સંસારનાં સગપણ–સંબંધે કાલ્પનિક છે અને તેમાં સ્થિર વ્યવસ્થા જેવું કંઈ જ નથી. એટલે સાંસારિક સગપણ-સંબંધની પિકળતા મનમાં વસવી ઘટે છે. (૧૨) લાભ બધાને પણ પાપ પોતાનું.
મેહથી મૂરિષ્ઠત બનીને આપણે કુટુંબને “મારું-મારું કરીએ છીએ અને તેના નિર્વાહ, રક્ષણ તથા એશઆરામ માટે ન્યાય–નીતિને નેવે મૂકીએ છીએ, દુરાચારની દસ્તી કરીએ છીએ અને અધર્મથી આવકાર આપતાં જરા ય અચકાતા નથી. પરંતુ એ વિચાર કરતા નથી કે આ પાપનું ફળ જ્યારે ઉદયમાં આવશે ત્યારે તેમાં કોઈ પણ આડે હાથ દેવા આવશે નહિ. મતલબ કે-લાભ બધાને પણ પાપ પિતાનું, એ સાચી સ્થિતિ છે અને તેથી પાપનું ફલ પિતાને એકલાને જ ભોગવવું પડશે. જે કુટુંબીજને પાપમાં ભાગીદારી કરવા તૈયાર હેત તે રતનિયા ભીલને તેમને ત્યાગ કરીને તપશ્ચર્યાને માર્ગ અંગીકાર કરવાને વખત આવત જ નહિ. (૧૩) રતનિયે ભીલ.
રતનિયા ભીલને તેના પિતાએ ધનુર્વિદ્યામાં કુશલ બનાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com