________________
ધમબોધ-ચંથમાળા : ૬ :
: પુષ્પ જીવિતમાં કે મરણુમાં, નિંદામાં કે પ્રશંસામાં અને માન કે અપમાનમાં સમવતી બન્યા અને કઈ શરીરને ચંદન લગાડો કે વાંસલાથી કાપે એ બંને દશામાં સમવતી થયા.
પછી અપ્રશસ્ત એવાં પાપના આસવથી ( આગમનથી) સર્વ પ્રકારે રહિત થયા તેમજ ધ્યાનના બળથી કષાયને નાશ કરીને પ્રશસ્ત શાસનમાં સ્થિર થયા. એ પ્રમાણે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વિશુદ્ધ ભાવનાઓથી પિતાના આત્માને વિશુદ્ધ બનાવીને ઘણું વર્ષો સુધી ચારિત્ર-(સાધુપણું) પાળીને
એક માસનું અણુસણ કરીને શ્રેષ્ઠ સિદ્ધિગતિને પામ્યા. તાત્પર્ય કે-જે આત્મા વૈરાગ્યથી પૂરેપૂરે રંગાયેલું હોય અને મહાવ્રત ધારણ કર્યા પછી તેનું યથાર્થ પાલન કરે, તેમજ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને દશવિધ યતિધર્મને બરાબર અનુસરે તેનું સાધુપણું સાર્થક છે. (૩૯) દેશવિરતિ ચારિત્ર
શ્રી અરિહંત ભગવંતને દેવ માનનારે પંચમહાવ્રતધારી નિગ્રંથ મહાત્માઓને ગુરુ માનનારા અને સર્વજ્ઞકથિત તને ધર્મ માનનારે ભવભીરુ આત્મા દેશવિરતિ ચારિત્રને અધિકારી ગણાય છે અને તેને ગ્રહણ કરવાથી શ્રાવક કે ઉપાસક થયેલું ગણાય છે.
આ ચારિત્ર સગતિના કારણરૂપ છે, ગૃહસ્થ ધર્મના અલંકારરૂપ છે અને આવતાં નવીન કમેને અમુક અંશે રકી શકે છે. તેની ધારણા સમ્યકત્વ સાથે નીચેનાં બાર વતે ગ્રહણ કરવાથી થાય છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com