________________
નવમું : L: ૩ :
ચારવિચાર મૃગાપુત્રે કહ્યું: “આપ કહે છે તે સત્ય છે, પરંતુ આપને હું પૂછું છું કે જંગલમાં પશુપક્ષીઓ વિચરતાં હોય છે, તેની પ્રતિક્રિયા કેણ કરે છે? જેમ જંગલમાં મૃગ એળે સુખેથી વિહાર કરે છે, તેમ સંયમ અને તપશ્ચયવડે હું એકાકી ચારિત્રધર્મમાં સુખપૂર્વક વિચારીશ.”
આ પ્રમાણે પુત્રને દઢ વૈરાગ્ય જોઈને માતાપિતાનાં હૃદય પીગળી ગયાં. તેમણે કહ્યું: “હે પુત્ર! તને જેમ સુખ ઉપજે તેમ કર.”
તે વખતે પાકી આજ્ઞા લેવા માટે મૃગાપુત્રે ફરીથી કહ્યું “આપની આજ્ઞા હોય તે હમણાં જ સર્વ દુઃખમાંથી છેડાવનાર મૃગચર્યરૂપ સંયમને આદરું.”
આ સાંભળીને માતાપિતાએ પ્રસન્ન ચિત્તે કહ્યું: “ખારા પુત્ર! યથેચ્છ વિહાર કરે.”
આ પ્રમાણે માતાપિતાને સમજાવીને અને તેમની આજ્ઞા લઈને મહાન હાથી જેમ બખ્તરને ભેદી નાખે તેમ એણે સર્વ મમત્વને ભેદી નાખ્યું અને સમૃદ્ધિ, ધન, મિત્ર, સ્ત્રી, પુત્ર અને સ્વજનેને ત્યાગ કર્યો.
હવે મૃગાપુત્ર મુનિ પાંચ મહાવતે, પાંચ સમિતિ અને ત્રણ ગુણિથી યુક્ત બનીને આત્યંતર તથા બાહ્ય તપશ્ચર્યામાં ઉદ્યમવંત થયા. તથા મમતા, અહંકાર, આસક્તિ અને ગર્વને છેડી ત્રસ તેમજ સ્થાવર જીવે પર પિતાના આત્મા સમાન વર્તવા લાગ્યા. વળી લાભમાં કે અલાભમાં, સુખમાં કે દુઃખમાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com