________________
ધર્મબોધ-ચંથમાળા
: ૨૭ :
: પુષ્પ
ખ્યાની અને (૪) સંજવલન. તેમાં જેના વડે અને તે સંસાર બંધાય, જે યાજજીવ રહે અને જેના લીધે સમ્યકત્વને લાભ ન થાય તે અનંતાનુબંધી કહેવાય છે, જેના વડે જાણવા છતાં થોડું પણ પ્રત્યાખ્યાન( ત્યાગ) ન થઈ શકે, જે એક વર્ષ સુધી રહે અને દેશવિરતિ ચારિત્રને ઘાત કરે તે અપ્રત્યા
ખ્યાની કહેવાય છે, જેના વડે સર્વવિરતિ પ્રત્યાખ્યાન ન થઈ શકે, જે ચાર માસ ટકે અને સર્વવિરતિ ચારિત્રને ઘાત કરે તે પ્રત્યાખ્યાની કહેવાય છે, જેના વડે સંયમી આત્મા પણ કઈ વાર આકુળવ્યાકુળ બની જાય, જે પંદર દિવસ સુધી ટકે અને યથાખ્યાત ચારિત્ર-વીતરાગ દશાને ઘાત કરે તે સંજાલન કહેવાય છે. એટલે કષાયે ઉત્તરભેદથી નીચે મુજબ સળ પ્રકારના બને છે.
(૧) અનંતાનુબંધી કોધ-જે પર્વતની રેખા જે હોય છે, (૨) અપ્રત્યાખ્યાની ક્રોધ-જે સુકાયેલા તળાવની રેખા
જે હોય છે. (૩) પ્રત્યાખ્યાની ફોધ-જે રેતીની રેખા જેવું હોય છે. (૪) સંજવલન ક્રોધ-જે પાણીની રેખા જેવો હોય છે. (૫) અનંતાનુબંધી માન-જે પાષાણુના થાંભલા જેવું
હેાય છે. (૬) અપ્રત્યાખ્યાની માન–જે હાડકાના થાંભલા જેવું હોય છે. (૭) પ્રત્યાખ્યાની માન–જે લાકડાના થાંભલા જેવું હોય છે.. (૮) સંજવલન માન-જે નેતરના થાંભલા જેવું હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com