SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબોધ ગ્રંથમાળા : ૪૦ : : પુષ્પ તેનું પ્રતિપાદન કરનારા છે, તેથી જ્યાં પણ એક વસ્તુની ઉપયોગિતા સમજાવવાની જરૂર લાગે, ત્યાં તેનું વિવિધ યુક્તિઓ અને દષ્ટ વડે સમર્થન કરે છે, પરંતુ તેની પૂરક બીજી વસ્તુઓને નિષેધ કરતા નથી. દાખલા તરીકે જ્યારે તેઓ શ્રદ્ધા કે સમ્યકત્વનું મહત્વ પ્રકાશતા હોય છે ત્યારે તેને ધર્મનું મૂળ કહે છે, સર્વ સદ્ગુણોને ભંડાર કહે છે અને મોક્ષમાર્ગમાં જવાને દરવાજે કહે છે (જે અપેક્ષાએ સાચું છે), પણ તેને અર્થ એ નથી કે સમ્યગૂજ્ઞાન અને સમ્યચારિત્ર જરૂરનાં નથી. તે જ રીતે જ્યારે તેઓ જ્ઞાનનું અપૂર્વ મહત્ત્વ પ્રકાશતા હોય છે, ત્યારે તેને અજ્ઞાન અને મેહને નાશ કરનારું કહે છે, સકલસિદ્ધિનું સદન કહે છે અને મુક્તિને અનન્ય ઉપાય કહે છે (જે અપેક્ષાએ સાચું છે), પણ તેને અર્થ એ નથી કે–સમ્યગદર્શન અને સમ્યક્યારિત્ર નકામાં છે. તે જ રીતે જ્યારે તેઓ ચારિત્રનું મહત્વ પ્રકાશના હેય છે, ત્યારે તેને જ્ઞાનના સારરૂપ, સર્વ કર્મને નાશ કરનાર અને મોક્ષનું અનન્ય કારણ કહે છે (જે અપેક્ષાએ સાચું છે), પરંતુ તેને અર્થ એ નથી કે સમ્યગુદર્શન અને સમ્યગ્રજ્ઞાન નિરુપયોગી છે. તાત્પર્ય કે-બધાં સાધને પિતાપિતાનાં સ્થાને મહત્વનાં છે, તેથી એકનું પ્રતિપાદન એ બીજાને નિષેધ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034795
Book TitleCharitra Vichar - Samyak Charitranu Swarup
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktivimal Jain Mohan Granthmala
Publication Year1952
Total Pages85
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy