________________
૧૮
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ પ૭-૬૪)માં પણ શ્રી હેમચંદ્રસૂરિએ દર્શાવ્યા છે. આ વિષય જે વિવિધ કૃતિઓમાં આલેખાયો છે, તે બાબત મેં “તીર્થકરની વિભૂતિ-અતિશયો અને પ્રતિહાર્યો' નામના મારા લેખમાં બીજી પણ કેટલીક વિગતો સહિત રજૂ કરી છે, આ લેખ જૈ. ધ. પ્ર. પુ. ૭૬, અં. ૧-૭, ૧૨ અને પુ. ૭૭ (અ. ૧, ૨ અને ૬-૭માં છપાવ્યો છે. આ સંબંધમાં મારી એક કવિતા નામે તીર્થકરની વિભૂતિ દિગંબર જૈન' વર્ષ પર, અં. ૪માં છપાએલ છે.
પ્રકાશ ૧૨ના શ્લો. ૧૨માં સિદ્ધરસનો ઉલ્લેખ છે એને અંગે મેં ‘સિદ્ધરસ અને રસકૂપ' નામનો મારો જે લેખ “જૈન સત્યપ્રકાશ' (વ.૧૪, અં. ૭)માં છપાયો છે છપાયો છે, તેમાં કેટલીક બીના દર્શાવી છે.
પ્રસ્તુત વૃત્તિ અનેક રીતે મહત્ત્વની છે. એમાં પ્રસંગોપાત્ત કેટલીક બાબતો જે અપાઈ છે, તે નોંધપાત્ર છે. જેમકેપૃષ્ઠક બાબત
પૃષ્ઠક બાબત ૨૯ બ્રહ્માંડની કલ્પનાનો આદિકાળ ૧૪૦ ચોરના સાત પ્રકાર ૫ “સોમ' વંશની ઉત્પત્તિ
૧૪૪ શેરડી કેમ મોકલાય ૩૬ “સૂર્ય વંશની ઉત્પત્તિ
૩પ૩ બ્રહ્માદિની વિડંબના +૪૪ જીવોના ભેદ-પ્રભેદો
૧૧૫ દેડકાને જાતિસ્મરણ જ્ઞાન ૪૫ ચૌદ ગુણસ્થાનકો
૧૮૬ મંત્રી માટે પરીક્ષા ૪૫-૪૬ અજીવાદિ તત્ત્વો
+૩૦૬ સિદ્ધના ૧૧ પ્રકારો, પ્રત્યેક પ્રકારના ૪૬ બંધનાં પાંચ કારણો
સિદ્ધ તરીકે એકએક વ્યક્તિનું નામ ૮૭, ૧૩૩ ચાવક
૩૪૦ ઉંટડીના દૂધનું દહી થતું નથી. ૧૩૩ કૌલિક-પાંચરાત્રિક
૪૦૨ મૃત્યુ સમયે કીડીઓને પાંખ આવે ૧૩૩ અસ્પૃશ્ય-અન્ય
૪૦૨ કીડીઓને પાંખ મૃત્યુસમય જણાવનાર છે ૩૭૩ “જાંગુલિ' વિદ્યા
૯૧ સંસારમોચક ૧૨૩ અજૈન દેવોનાં આયુધો
૮૪ બુદ્ધનો ધર્મ ૭૭ રુદ્રાદિ દેવોની પત્નીઓનાં નામ ૧૨૨ હરણોની જાતિઓ ૧૩૦ ઉત્કૃષ્ટતાના ઉદાહરણો ર૯૯ વસુજાતિના આઠ દેવો ૧૪૬ વિદ્યુલ્લિપ્ત કરણ
૪૯૪ નીરોગી પુરુષના પ્રાણવાયુનાં ગમન અને
આગમનની એક અહોરાત્ર પૂરતી સંખ્યા નવીનતા - પ્રતિક્રમણની એક સમયે પ્રચલિત વિધિને અંગે જે ૩૩ પદ્યો સ્વોપજ્ઞવૃત્તિમાં અપાયાં છે. તે આ વૃત્તિની નવીનતા-એક પ્રકારની વિશિષ્ટતા પૂરી પાડે છે.
ચિત્તની વિક્ષિપ્ત, યાતાયાત, શ્લિષ્ટ અને સુલીન એ ચાર ભેદોનું વર્ણન જે સ્વાનુભવને આધારે કરાયું છે, તે આ યોગશાસ્ત્ર પૂર્વેની કોઈ જૈનકૃતિમાં મારા જોવામાં આવ્યું નથી. તો એ ન જ હોય તો આ યોગશાસ્ત્રની અપૂર્વતાનું અને શ્રી હેમચંદ્રાચાર્યની કુશળતાનું ઘોતન કરે છે. પિંડસ્થાદિ ધ્યાનો તો જ્ઞાનાર્ણવમાં જોવાય છે. એ એમના પુરોગામીની કૃતિ હોવા વિષે એક્વાક્યતા નથી.
+ આ નિશાનીવાળી બાબતો દ્રવ્યાનુયોગને લગતી છે.
૧. આ પૈકી “રૂપસ્થ' ધ્યાનના નિરૂપણમાં ભાવવિજયે કલ્યાણ મંદિર સ્તોત્રનો શ્લોક ૧૭મો અવતરણરૂપમાં આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org