________________
૧ ૬
યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ અર્થાન્તરો - પ્રસ્તુત સ્વોપજ્ઞવૃત્તિમાં કેટલાક શબ્દોના એક કરતાં અધિક અર્થો મતાંતરાદિરૂપે અપાયા છે. નમૂના તરીકે એ પૈકી થોડાક હું અત્ર પૃષ્ઠક પૂર્વક નોંધું છું : અનંગ ૨૪૯ તમ ૩૦૩
રજ ૩૦૧ અપદેશ ૨૬૬ ધર્મધ્યાન પર૧
તિમિર ૩૦૩ અભય ૨૮૮ નિર્વેદ ૮૧
દગમટ્ટી ૨૭૭ આવ્યંતર તપ ૪૧૯ પ્રતિક્રમણ ૩૨૮
વાગુબલી ૧૬ ઉનિંગ ૨૭૭ પ્રાયશ્ચિત ૪૧૬
વિચિકિત્સા ૮૪ ઉપસર્ગ ૩૬૪ ભગ ૨૮૨
શુક્લધ્યાન ૫૩૫ કૌત્કચ્ય ૨૬૧ ભોગોપભોગ ૧૯૭
સંવેગ ૮૧ ચક્ષુ ૨૮૮ મલ ૩૦૧
સમિતિ ૫૪. છ% ૨૯૦ માર્ગ ૨૮૮
સન્માન ૨૯૬ આ ઉપરાંત લોગસ્સની ગા. ૨-૪ ગતતીર્થકરોનાં નામોના સામાન્ય તેમ જ વિશેષ અર્થ અપાયા છે. કેટલાક શબ્દોમાં જે વિશેષતા રહી છે તે પણ વૃત્તિકારે દર્શાવી છે. દા. ત. સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધમાં અંતર (૩૦૮) વિદ્યા અને મંત્રમાં ભેદ (૩૦૬), દિવ્રત અને દેશાવગાસિકમાં તફાવત (૨૬૪), શંકા અને વિચિકિત્સામાં તફાવત (૮૪) તેમજ માન અને મદમાં તફાવત (૭૦)
પાઠાંતરો-આ વૃત્તિમાં કોઈ કોઈ વાર પાઠાંતરો અપાયા છે. જેમ કે પૃ. ૨૪૫માં વ્યાખ્યાન પૃ. ૩૦૧ મા મહિયા અને પૃ. ૩૨૬માં રૂછામિ
મતભેદો - આને લગતાં કેટલાંક પૃષ્ઠોના અંકો નીચે મુજબ છે :
૮૦, ૮૧, ૨૪૯, ૨૫૧, ૨૫૫, ૨૫૮, ૨૭૪, ૨૮૦, ૨૮૮, ૩૧૮, ૩૩૨, ૩૪૧, ૩૭૫ અને ૪૯૨.
શંકા અને સમાધાન માટે જે લઘુ પુસ્તક રચાય તેના એક વિભાગરૂપે આ મતાંતરો રજૂ કરાય, તો તેની ઉપયોગિતામાં વૃદ્ધિ થશે. વિશેષમાં આ મતાંતરોને વિશદ બનાવતી તેમ જ સમન્વય સાધતી બીનાઓ જો ઉમેરાશે, તો તે વિશેષ આદરણીય થશે.
ન્યાયો - આ સંબંધમાં પૃ. ૨૬૧, ૩૩૪, ૩૪૩, ૪૦૦, ૪૦૭, ૪૧૫, ૪૨૧, ૪૪૦ ઈત્યાદિ જોવાં ઘટે.
સુભાષિતો - સ્વોપન્ન વૃત્તિમાં કેટલીક વાર સુભાષિતો નજરે પડે છે. દા. ત. જુઓ પૃ. ૯, ૪૨, ૯૯, ૧૦૧ અને ૧૭૮. વિશેષ માટે શ્રીગોપાલદાસ પટેલે કરેલો અનુવાદ જોવો.
આસનો - પ્ર. ૪, ગ્લો ૧૨૪માં નવ આસનોનાં નામો શ્લો.૧૩૩ સુધીમાં અને એની સ્વોપજ્ઞ વૃત્તિમાં દર્શાવાયાં છે. આગળ ઉપર એ પ્રત્યેકનું સ્વરૂપ જણાવાયું છે. સ્વોપજ્ઞવૃત્તિમાં બે આસન માટે મહર્ષિ પતંજલિનાં મતાંતર અને બે માટે નામાંતરનો ઉલ્લેખ છે. ગ્લો. ૧૩૩ની સ્વોપજ્ઞ વૃત્તિમાં થોડાંક અધિક આસનોનાં નામો છે. અમુક આસનોનો મહાવીર સ્વામીએ ઉપયોગ કર્યાની વાત પણ અત્રે જણાવાઈ છે. આસનોને અંગે મેં હૈમ કૃતિઓમાં આસનો નામના મારા લેખમાં કેટલીક વિગતો આપી છે. અને એ લેખ જે છે , વ પ એ કમાં છપાયો પણ છે એટલે અહીં તો અન્યત્ર-આગમો વગેરેમાં આસનોનાં જે કેટલાક ઉલ્લેખો મારા જોવા-જાણવામાં છે, તેની નોંધ લઉં છું. ઠાણ (ઠા. ૫. ઉ. ૧)માં “ઉકકુડાસણિય' શબ્દ વપરાયો છે. પ્રસ્તુત સૂત્ર પત્ર ૩૦૦માં ગોદોહિયાસણ અને પલિયંકાસણનો ઉલ્લેખ છે. આની વૃત્તિમાં અભયદેવસૂરિએ કેટલાંક આસનોનું સ્વરૂપ સમજાવ્યું છે. “ઉકકુડ" શબ્દ વિવાહપષ્ણત્તિ (સ. ૭, ઉ. ૬)માં, નાયાધમ્મકહા (સુય- ૧, અ. ૫) માં તેમજ ઓહનિફ્ફત્તિના ભાસ (ગા. ૧૫૯)માં, વપરાયો છે ‘ભદ્રાસણ' શબ્દ નાયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org