________________
૧૪
યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ
જૈ.સં.સા.ઈ. (ખંડ ૨, ઉપખંડ ૨, પૃ. ૧૪૨-૧૫૬)માં યોગશાસ્ત્ર અને એની સ્વોપજ્ઞવૃત્તિ તેમજ એની યોગિરમા વગેરે અન્ય વિવરણાત્મક કૃતિઓ વિષે મેં કેટલીક બાબતો રજૂ કરી છે એટલે અહીં તો ખપપૂરતી જ બિના હું આપું છું.
જૈનસાહિત્યમાં અહિંસા, અનેકાન્તવાદ અને કર્મસિદ્ધાંતના નિરૂપણની જેમ “યોગ' પણ વિશિષ્ટ સ્થાન ભોગવે છે. એ મોક્ષ મેળવવાનું એક અનુપમ સાધન છે. આથી કરીને આ વિષય હેમચન્દ્રસૂરિના પૂર્વકાલીન તેમ જ ઉત્તરકાલીન શ્રમણોએ અને અમુક અંશે શ્રમણોપાસકોએ પણ હાથ ધર્યો છે. એનો યથાયોગ્ય ઉલ્લેખ તો સ્થળ-સંકોચને લીધે હું જતો કરું છું.
પ્રસ્તુત યોગશાસ્ત્રને “અધ્યાત્મોપનિષદ્' તેમ જ “અધ્યાત્મવિદ્યોપનિષદ્' પણ કહે છે. આ સંસ્કૃત ગ્રન્થ યોગોપાસનાના અભિલાષી પરમાઈત કુમારપાળની અભ્યર્થનાથી શાસ્ત્ર, સદ્ગુરુની વાણી અને સ્વાનુભવને આધારે સંસ્કૃતમાં રચાયો છે. એ ગૃહસ્થોને પણ યોગની નિસરણી (નિઃશ્રેણિ) એ આરૂઢ કરનારો તેમજ મુમુક્ષ જનોને વજકવચ જેવો છે. એ ન્યૂનાધિક પદ્યોવાળા બાર પ્રકાશોમાં વિભક્ત કરાયો છે. પાંચમો પ્રકાશ સૌથી મોટો અને છઠ્ઠો સૌથી નાનો છે. એમાં અનુક્રમે ર૭૩ અને ૮ પડ્યો છે. આશરે ૧૨૦૦ પદ્યોમાં “અનુરુપ છંદમાં નિબદ્ધ આ ગ્રંથનો મોટો ભાગ ગૃહસ્થોના-શ્રવાકોના ધર્મને અંગેનો છે.
આ સમગ્ર ગ્રંથને બે ખંડમાં વિભક્ત કરી શકાય. (૧) પ્રકાશ ૧-૪ અને (૨) પ્ર. ૫-૧૨. પ્રથમ ખંડમાં ગૃહસ્થોને ઉપયોગી થાય એવા ધર્મનું સ્વરૂપ આલેખાયું છે, તો દ્વિતીય ખંડમાં પ્રાણાયામાદિનું નિરૂપણ છે. પ્રથમ ખંડના બે ઉપખંડો હોવાનું ચતુર્થપ્રકાશની સ્વોપજ્ઞ વૃત્તિનો પ્રારંભ જોતા જણાય છે. એમાં કહ્યું છે કે પ્ર. ૧-૩માં આત્માના જ્ઞાનાદિ ત્રણ રત્નોનો વિચાર ધર્મ અને ધર્મી વચ્ચે ભેદ માની કરાયો છે, તો ચતુર્થ પ્રકાશનું આલેખન આ બેનો અભેદ માની-બંનેની એકતા માનીને કરાય છે. આમ હોઈ એ દ્વિતીય ઉપખંડ નિશ્ચયના અર્થીને આનંદજનક અને માર્ગદર્શક થઈ પડે તેમ છે.
સમગ્ર ગ્રન્થના અન્ય રીતે પણ બે વિભાગ પડી શકે છે. (૧) પ્રણેતાએ પોતાના શ્રતબળે જાણેલા તેમજ ગુરુમુખથી જાણેલા અને સાંભળેલા પદાર્થોનું નિરૂપણ અને (૨) સ્વાનુભવસિદ્ધ બાબતોની પ્રરૂપણા. પ્રથમ વિભાગ પ્ર. ૧-૧૧ પૂરતો છે, તો દ્વિતીય વિભાગ ૧૨માં પ્રકાશરૂપ છે.
જૈન સાહિત્ય ચરણ કરણ, ધર્મકથા, દ્રવ્ય અને ગણિત એમ ચાર અનુયોગોનું નિરૂપણ પૂરું પાડે છે. આ યોગશાસ્ત્ર અને એની સ્વોપજ્ઞ વૃત્તિ મુખ્યતયા પહેલા બે અનુયોગો સાથે સંબંધ ધરાવે છે.
આ “હુંડા’ અવસર્પિણીમાં આપણા દેશમાં જે કૌશલિક ઋષભદેવથી માંડીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સુધી જે ચોવીસ તીર્થંકરો થયા તેમાંના અંતિમ અને એ દૃષ્ટિએ આસનોપકારી મહાવીરસ્વામીને પ્રસ્તુત યોગશાસ્ત્રના આદ્ય પદ્યમાં નમસ્કાર કરતી વેળા હેમચન્દ્રસૂરિએ એમને “યોગિનાથ' કહ્યા છે. સાથે સાથે ચારે મૂલાતિશયોથી એઓ વિભૂષિત હોવાનું એમણે અત્ર ઘોતન કર્યું છે. યોગીનું એક લક્ષણ તે એમનો અસાધારણ સમભાવ છે, તે એમનામાં ચરિતાર્થ થાય છે. એ બાબત એમના જીવનના નિમ્નલિખિત બે પ્રસંગો દ્વારા દર્શાવાય છે :
૧-૨ આ બંનેનો તેમજ અન્ય હૈમ - કૃતિઓનો પરિચય હમસમીક્ષામાં અપાયો છે. પ્રસ્તુત લખાણ પૃ. ૨૪૮-૨૭૧માં છે. એમાં સ્વોપજ્ઞવૃત્તિના પત્રો માટે આત્માનંદ જૈન સભાનો ઉલ્લેખ છે, તેને બદલે “જૈન ધર્મ પ્રસારક સભા' જોઈએ. આ હેમસમીક્ષા ઇ.સ. ૧૯૪૨માં પ્રકાશિત કરાઈ છે. ત્યાર બાદ કેટલીક નવીન બાબતો પ્રકાશમાં આવી છે. એથી એનું સંશોધિત અને સંવર્ધિત સંસ્કરણ હવે તો તૈયાર કરાવવું ઘટે.
૩. આનો પરિચય શ્રી જુગલકિશોર મુખારે નિમ્નલિખિત લેખ દ્વારા આપ્યો છે–
આ. શ્રી હેમચંદ્ર કે યોગશાસ્ત્ર પર એક પ્રાચીન દિગમ્બર ટીકા’ આ લેખ શ્રમણ (વ. ૮, એ, ૧૧)માં છપાયો છે. એના આધારે મેં કેટલીક વિગતો જૈ. સં. સા. ઇ. (ખંડ ૨, ઉપખંડ ૨, પૃ. ૧૫૪)માં આપી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org