________________
ઉપક્રમણિકા
(શ્રી હીરાલાલ રસિકદાસ કાપડિયા) આર્યાવર્ત તરીકે નિર્દેશાતા અને ભવ્ય ભૂતકાળ તથા ગૌરવાંકિત નૈતિક્તાદિ માટે સુપ્રસિદ્ધ એવા આપણા આ દેશનું “ભારત” વર્ષનું એ અહોભાગ્ય છે કે એને સમસ્ત જગતમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરાવવામાં એના “નંદનવન સમાન ગણાતી “ગૂર્જર ભૂમિનું-ગુજરાતનું સમર્પણ મહામૂલ્યશાળી અને નોંધપાત્ર છે. આ ગુજરાતના અનેક પનોતાં-પુણ્યશાલી પુત્ર-પુત્રીઓએ પોતાનાં સત્કાર્યોથી એને ચિરંજીવી સત્કીર્તિ સંપાદિત કરાવી છે, આવા એક ગૂર્જરરત્ન ધંધુકાના નરવીર અને “મોઢ વણિક જ્ઞાતિના શણગારરૂપ ચાચ અને ચાહિણી નામના જન્મદાતાઓનાં નામોને અમર કરનાર તે “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિ છે. આ પૂર્ણતલ ગચ્છના દીપકે સાહિત્યસર્જનદ્વારા જે યશ પ્રાપ્ત કર્યો તે તેમજ એમની વિદ્વત્તાનો જે પ્રભાવ પડ્યો તે બંને જૈન જનતા પૂરતા મર્યાદિત રહ્યા નથી. આથી તો ભારતીય તેમજ અભારતીય અજૈન સાક્ષરોએ પણ એમનાં જીવન અને કવનને ઉદ્દેશીને વિવિધ ભાષામાં અન્યાન્ય દૃષ્ટિકોણથી મનનીય કૃતિઓ રચી છે. આ દિશામાં મેં પણ નીચે મુજબ નમ્ર કર્યો છે : (૧) સૂરિવર્યના જીવનવૃત્તાન્ત ઉપર પ્રકાશ પાડનારી એક કામચલાઉ સૂચિ મેં “ચતુર્વિશતિપ્રબન્ધનો ગુજરાતી
અનુવાદ” (૧) નામની મારી પ્રકૃતિ (પૂ. ર૩૪)માં આપી છે. (૨) આ આચાર્ય પ્રવરની જીવનરેખા અને વિશેષતઃ એમની અનેકવિધ કૃતિઓનાં નામાદિ વિષે મેં
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ એટલે ?"નામના લેખમાં વિચાર કર્યો છે. એમની પાઈય કૃતિઓનો સંક્ષિપ્ત પરિચય પાઈય (પ્રાકૃત) ભાષાઓ અને સાહિત્ય નામના મારા
પુસ્તકમાં મેં આપ્યો છે. (૪) સિદ્ધહેમશબ્દાનુશાસન (અ. ૮)ની સ્વોપન્ન વૃત્તિગત “અપભ્રંશ' મુક્તકો મારા પઘાત્મક અનુવાદપૂર્વક
મેં રજૂ કર્યા છે. (૫) જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ (ખંડ ૧-૨) માં આ સૂરીશ્વરની સંસ્કૃત રચનાઓની રૂપરેખા
સાધનાનુસાર વિષયદીઠ મેં આલેખી છે. મુંબઈ સરકારની માલિકીની અને વર્તમાનમાં “ભાંડારકર પ્રાચ્યવિદ્યાસંશોધન મંદિરમાં રખાયેલી જૈન સાહિત્યની વિવિધ હસ્તલિખિત પ્રતિઓનો પરિચય આપતી વેળા મેં કેટલીક કૃતિઓ વિષે પણ Descriptive Catalogne of the Government Collections of Manusreripts (Vols. XVIII
& XIX) માં-વર્ણનાત્મક સૂચીપત્રમાં વિચાર કર્યો છે. (૨) નૈનસાહિત્ય | ગૃહદ્ કૃતિહાસ ના ચતુર્થ ભાગ માટે મેં જે આગમિક પ્રકરણો પૂરતું લખાણ
ગુજરાતમાં તૈયાર કર્યું હતું, તેનો હિન્દી અનુવાદ હાલ છપાય છે. આ લખાણમાં હૈમ કૃતિઓની અને ખાસ કરીને યોગશાસ્ત્ર વગેરે યોગવિષયક કૃતિઓની મેં નોંધ લીધી છે.
૧. આ તેમજ મારી અન્ય કૃતિઓ તથા મારા લેખો વગેરેના ઘણાં ખરાં પ્રકાશનોની નોંધ મેં હીરકસાહિત્ય-વિહારમાં લીધી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org