________________
ઉપક્રમણિકા
૧૫
(૧) દષ્ટિવિષ ચંડકૌશિકને એમણે કરેલા પ્રતિબોધ.
(૨) સંગમ દેવે કરેલા જાતજાતના પ્રતિકૂળ અને અનુકૂળ ઉપસર્ગો વચ્ચે પણ એમણે ચાલુ રાખેલું આદરણીય ધ્યાન અને એ અધમ દેવની દુર્ગતિમાં પોતે નિમિત્ત બન્યાનું એમને થયેલું દુઃખ-એમની કરુણાદષ્ટિ.
કથાઓ યોગશાસ્ત્રની સ્વોપજ્ઞ વૃત્તિમાં મૂળમાં બીજરૂપે નિર્દેશાએલી કથાઓ પલ્લવિત કરાઈ છે. કથાઓ આદ્ય ત્રણ પ્રકાશ સાથે સંબદ્ધ છે. એમાં નાની મોટી એકંદર ૩૨ કથાઓ છે. સૌથી નાની કથા પરપીડાકારી સત્યનો ત્યાગ કરનાર કૌશિકની છે. જ્યારે મોટામાં મોટી કથા ભરત ચક્રવર્તી અંગેની છે. આ કથાઓ કેટલીક વાર આનુષંગિક રૂપે છે. એ મુખ્યતયા વિષયનો બોધ કરાવે છે. આ કથાઓ ઋષભદેવ અને મહાવીર સ્વામી એમ બે તીર્થકરો બ્રહ્મદત્ત, સગર, ભરત, સનકુમાર અને સુભૂમ એ પાંચ ચક્રવર્તીઓ, રાવણ નામના એક પ્રતિવાસુદેવ, સંગમક નામના અધમ દેવ, આદિસિદ્ધ મરુદેવા, સતી સીતા અને વનમાલા એ ત્રણ સ્ત્રીરત્નો, કાલકાચાર્ય અને સ્થૂલભદ્ર એ બે મુનિવરો, રૌહિણેય અને મંડિક એ બે ચોરો, શ્રેષ્ઠી સુદર્શન, વસુ નૃપતિ, હિંસક કાલસૌકરિક તેમ જ અહિંસાનુરાગી સુલસ એમ વિવિધ વ્યક્તિઓનાં જીવનવૃત્તાંતો ન્યૂનાધિક પ્રમાણમાં પૂરાં પાડે છે.
વર્ણનો - કાવ્યકળાના કેવળ રસિક જનોને નહિ પણ એના કોવિદોને પણ આસ્વાદ્ય એવાં વર્ણનો પ્રસંગોપાત્ત આલેખાયાં છે. જેમ કે દુષ્ટ દેવે વિકલું વિકરાળ વેતાલનું રૂપ (પૃ.૩-૪), છ ઋતુઓ (પૃ.૧૦) દેહ (પૃ. ૧૪-૧૫-૧૯-૨૦), લગ્નમંડપ (૨૧), અયોધ્યા (૨૧-૨૨), સમવસરણ (૨૫-૨૬) અને પિશાચ (૩૫૫).
નગર નગરીઓનાં વર્ણનોના પ્રારંભ ભિન્ન ભિન્ન રીતે કરાયો છે. અનેકાર્થ પઘો-આ યોગશાસ્ત્ર અનેકાર્થી પઘોથી વિભૂષિત છે. દા. ત. આના આદ્ય પદ્યના લાભવિજય ગણિએ ૫OO અને વિજયસેનસૂરિએ ૭૦૦ અર્થો કર્યા છે. પ્રસ્તુત પુસ્તક પ્રમાણે દ્વિતીય પ્રકાશના દસમા અને માનસાગરના મતે બારમા પદ્યના ૧૦૬ અર્થો માનસાગરે કર્યા છે અને તે છપાયા છે. આ અર્થોની નોંધ મેં જૈ. સં. સા. ઈ. (ખંડ ૨, ઉપખંડ ૧)ના ઉપોદ્દાત પૃ. ૬૩-૬૪માં લીધી છે. આ ઉપરાંત આ દ્વિતીય પ્રકાશના ૮૫માં પદ્યને લક્ષીને જયસુંદરસૂરિએ શતાર્થ રચ્યાનું તેમ જ કોઈક પદ્યને અંગે અજ્ઞાતકર્તક શતાર્થી રચાયાના ઉલ્લેખો મળે પણ તેની વાસ્તવિકતા વિચારવી બાકી રહે છે.
શંકાઓ અને સમાધાનો - વૃત્તિકાર હેમચંદ્રસૂરિએ વિષયને વિશદ, રોચક અને સચોટ બનાવવા માટે જાતે કેટલીક વાર પ્રશ્ન ઉપસ્થિત કરી એનો ઉત્તર આપ્યો છે. અન્ય શબ્દોમાં કહું તો શંકા રજૂ કરી એનું સમાધાન કર્યું છે. આ તમામ શંકાઓ અને સમાધાનો એકત્ર કરી એ પ્રકાશિત કરાય તો એક મહત્ત્વનું ભલે નાનું પણ પુસ્તક તૈયાર થાય તેમ છે. એ શંકાઓ અને સમાધાનોનો સંક્ષિપ્ત નિર્દેશ અત્ર સ્થળ-સંકોચને લીધે કરી શકતો નથી એટલે ફક્ત એને અંગેનાં પૃષ્ટાંકોનો ઉલ્લેખ કરું છું. કે જેથી એ ઉપર્યુક્ત પુસ્તક રચનારને સહાયક થઈ પડે –
૪૯, ૫૦, ૭૨, ૭૮, ૭૯, ૮૫, ૮૮, ૧૯૬, ૨૦૧,૨૦૪, ૨૦૬, ૨૦૮, ૨૧૨, ૨૧૫, ૨૨૩, ૨૨૫, ૨૩૩, ૨૩૪, ૨૪૩, ૨૪૪, ૨૪૮, ૨૬૩, ૨૬૪, ૨૬૮, ૨૭૦, ૨૭૧, ૨૭૨, ૨૭૯, ૨૯૩, ૨૯૬, ૨૯૭, ૩૦૧, ૩૦૭, ૩૦૯,૩૧૦, ૩૨૩, ૩૨૨, ૩૩૩, ૩૩૯, ૩૪૧,૩૬૮, ૩૬૯, ૩૭૬, ૩૯૧,૪૦૮, ૪૧૫,૪૧૯,૪૨૩, ૪૪૦, ૪૪૩, કોઈ કોઈ છે. પૃઇમાં એક કરતાં વધારે શંકા-સમાધાનો છે.
૧. એમને અંગે “મુનિરાજ શ્રીસ્થૂલભદ્રના જીવનનો એક પ્રસંગ” નામનો મારો લેખ “ર્જ. ધ. પ્રકાશ” (પુ. ૫૫, અં. ૪)માં છપાયો છે. જ્યારે ભદ્રબાહુ સ્વામીએ કરેલા “મહાપ્રાણ’ ધ્યાનનો વિચાર મેં “મહાપ્રાણ (સં. મહાપાન કિવા મહાપ્રાણ) ધ્યાન' નામનાં લેખમાં કર્યો છે. આ લેખ જૈ. ધ. પ્ર. (પૃ. ૭૭ અં. ૯)માં પ્રસિદ્ધ થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org