Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Hemsagarsuri, Munichandrasuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 12
________________ અનુવાદકીય નિવેદન मत्थु ते वीरागाणं । સર્વજ્ઞ કેવલી તીર્થંક૨ ભગવંતે નિરૂપણ કરેલ અનંત દુઃખસ્વરૂપ, દુઃખફલ અને દુઃખપરંપરાવાળા, ચાર ગતિ અને ૮૪ લાખ જીવયોનિસ્વરૂપ આ સંસારમાં જીવને ભવિતવ્યતા પરિપક્વ થવાના કારણે, ઉત્તરોઉત્તર પુણ્યપ્રકર્ષ થવાના યોગે મનુષ્યજન્મ, આર્યક્ષેત્રાદિ ધર્માનુકૂલ સમગ્ર સામગ્રી પ્રાપ્ત થઈ. સામગ્રી પ્રાપ્ત થયા છતાં સદ્ગુરુ-સમાગમ, ગીતાર્થ ગુરુમુખથી પ્રભુ-વાણીનું શ્રવણ-પરિણમન અત્યન્ત દુર્લભ છે. પૂર્વના મહાગીતાર્થ જ્ઞાની પુરુષોએ ભાવી ભવ્યાત્માઓને અને ચતુર્વિધ શ્રીસંઘને હિતકારક-ઉપકારક થાય, તેવા શુભહેતુથી અનેક શાસ્ત્રો, ગ્રન્થો, પ્રકરણો, ચરિત્રો વગેરેની ચારે અનુયોગગર્ભિત અનુપમ રચનાઓ કરી છે. જો કે તેમાંની સર્વ રચનાઓ વર્તમાનમાં ઉપલબ્ધ નથી; કાલાન્તરે અનેક કારણે એ વિચ્છેદનષ્ટ થવા પામી છે, છતાં પણ વર્તમાન કાલમાં અનેક નગરોના પ્રાચીન અને અર્વાચીન જૈન જ્ઞાન-ભંડારોમાં આગમાદિ શાસ્ત્રોના મુદ્રિત અને અમુદ્રિત પ્રતિઓ અને પુસ્તકો હજારોની સંખ્યામાં ઉપલબ્ધ છે. પૂર્વના ઉપકારી મહાપુરુષ શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણ, ૧૪૪૪ ગ્રન્થકર્તા આ. શ્રી હરિભદ્રસૂરીજી મ., કલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચન્દ્રાચાર્ય મ., મલધારી શ્રી હેમચંદ્રસૂરિજી, નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજ મ. મલયગિરીજી આદિ વિદ્વાન્ આચાર્યોએ પોતાના જીવનની એક પણ પળ સંયમસાધના સાથે જ્ઞાનોપાસના સિવાયની નિરર્થક ગુમાવી નથી. વર્તમાનમાં આપણે જેમના પઠન-પાઠન-શ્રવણ દ્વારા આનંદરસ આસ્વાદી રહેલા છીએ. તે પૈકી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે પણ અનેકાનેક વિષયોની સર્વતોમુખી ગ્રન્થરચનાઓ કરેલી છે. જેને સમર્થ વિદ્વાનોએ અનેક સ્થળે પ્રશંસાનાં પુષ્પોથી સન્માન્યા છે. તેમાં વિશેષ કરીને પરમાર્હત કુમારપાલ ભૂપાલને નિરંતર સ્વાધ્યાય કરવા માટે મૂળ ૧૨૦૦ શ્લોકો અને વિવરણ સાથે બાર હજાર શ્લોક-પ્રમાણ બાર પ્રકાશવાળા આ યોગશાસ્ત્રની અપૂર્વ રચના કરી, જેમાં આ લોક અને પરલોકનું જીવન કેવી રીતે પવિત્ર બનાવવું ? તે માટે આચાર્યશ્રીએ વિસ્તારથી હૃદયંગમ શૈલીથી વિવેચન કરેલું છે. પહેલા પ્રકાશમાં ભ. મહાવીરની સમભાવવાળી કરુણા દૃષ્ટાંતપૂર્વક સમજાવી સમ્યજ્ઞાન-દર્શન અને ચારિત્ર એ રત્નત્રયીરૂપ યોગને મોક્ષના કારણરૂપે સમજાવેલ છે. બીજા અને ત્રીજા પ્રકાશમાં સમ્યક્ત્વ, મિથ્યાત્વનું સ્વરૂપ સમજાવી શ્રાવકોનાં બાર વ્રતો, ચોથા પ્રકાશમાં ક્રોધાદિ ક્રષાયો પર વિજય અને ઈન્દ્રિયજ્ય, મનઃશુદ્ધિ, સમભાવ, ધ્યાન, મૈત્રીઆદિ ચાર અને અનિત્યાદિ બાર ભાવનાઓ, ધ્યાન માટેનાં સ્થળ અને આસનો, પાંચમા અને છઠ્ઠા પ્રકાશમાં પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, સાતથી અગિયાર સુધીના પ્રકાશમાં પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત, ચાર ધ્યાન ઉપરાંત ધર્મધ્યાન અને શુકલધ્યાનનું સ્વરૂપ પેટાભેદો સહિત વિસ્તારથી સમજાવ્યું છે. બારમાં પ્રકાશમાં પોતાના યોગાનુભવ, મનનો જય, પરમાનંદ યોગ, અભ્યાસક્રમ, તત્ત્વજ્ઞાન, ઉન્મનીભાવ જણાવી આત્મોપદેશ આપ્યો છે. પાતંજલ યોગદર્શનમાં કહેલ આઠ યોગાંગના ક્રમથી સાધુ અને ગૃહસ્થના જીવનની આચાર-પ્રક્રિયા-યમ-નિયમાદિનું જૈનશૈલી અનુસાર વર્ણન કરેલું છે. તેની સાથે દિગંબરાચાર્ય શુભચંદ્રગણિએ રચેલા જ્ઞાનાર્ણવ તથા કાર્તિકેયની અનુપ્રેક્ષામાંના પદસ્થાદિ ધ્યાનોનું સ્વરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 618