Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Hemsagarsuri, Munichandrasuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 10
________________ પ્રસ્તાવના ઈન્ડિકામાં ઈ. સ. ૧૯૦૭ થી ઈ. સ. ૧૯૨૧ના ગાળામાં આ યોગશાસ્ત્ર વૃત્તિ સાથે પ્રકાશિત થતું હતું, ત્યારે સંપાદક સદ્દગત શ્રી વિજયધર્મ સૂરિજીએ વિશુદ્ધ સંપાદન માટે તેની ૨૭ પ્રતિઓ એકત્ર કરી હતી. સં. ૧૯૭૩માં તેમના અમરેલીના ચાતુર્માસમાં તેમાંની કેટલીક પ્રતિયો પાઠાન્તરો મેળવવા મેં જોઈ હતી. એ પ્રકાશન પૂર્ણ થયું જાણવામાં નથી, તેમ છતાં તેમના શિષ્ય સદ્ગત. શ્રી વિજયભક્તિસૂરિજીના સદુપદેશથી થયેલી આર્થિક સહાય દ્વારા ભાવનગરની જૈનધર્મ-પ્રસારક સભાએ ઈ. સ. ૧૯૨૬, વિ. સં. ૧૯૮૨માં વિવરણ-સહિત યોગશાસ્ત્ર પ્રતાકારે પ્રકાશિત કરેલ છે. પ્રસ્તુત અનુવાદમાં તેનો ઉપયોગ કરાયો છે. શ્રી હેમચંદ્રાચાર્ય સ્વોપજ્ઞ વિવરણમાં પ્રસંગાનુસાર સ્તુતિ લાત્રિશિકા, વીતરાગસ્તવ, અભિધાન ચિંતામણિ કોશ, શબ્દાનુશાસન, ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર વગેરે પોતાની કૃતિઓનાં અવતરણો પણ આપ્યાં છે. તેના આ ગૂર્જરાનુવાદ રચી આગમોદ્ધારક સદ્ગત શ્રી આનંદસાગરસૂરીશ્વરજીના શિષ્યરત્ન આચાર્ય શ્રી હેમસાગરસૂરિજીએ જન-સમાજ ઉપર ખાસ કરીને ગુજરાતી વાચકો ઉપર મહાન્ ઉપકાર કર્યો છે. -આ પહેલાં યોગશાસ્ત્રના ભાષાન્તર માટે કેટલાક પ્રયત્નો થયા છે. તેમાં પં. કેસરવિજયજી ગણિ (પાછળથી આચાર્ય)નો પ્રયત્ન ગણાવી શકાય. તેમનું બારે પ્રકાશનું બાલાવબોધરૂપ સંક્ષિપ્ત ભાષાન્તર સંવત ૧૯૬૩માં પ્રકાશિત થયેલ. જેની સંવત ૧૯૮૦માં ચોથી આવૃત્તિ મુંબઈમાં પ્રકાશિત થઈ હતી. જે હાલ મળતી નથી. એ જ અરસામાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ તરફથી સંક્ષિપ્ત ભાષાન્તર સાથે યોગશાસ્ત્રના મૂળ માત્ર ચાર પ્રકાશો પ્રકાશિત થયેલા છે. જેનો અભ્યાસ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં અને તેની શાખાઓમાં તથા બીજી પાઠશાળાઓમાં વિદ્યાર્થીઓને કરાવવામાં આવે છે, તથા તેને ધાર્મિક પરીક્ષાઓમાં પણ ઊંચું સ્થાન અપાયું છે, પરંતુ તેમાં પણ તે પ્રથમના ૪ પ્રકાશોની જ પરીક્ષા થાય છે. તેમ જ વર્તમાનમાં કેટલેક સ્થળે ચાતુર્માસમાં મુનિરાજો વ્યાખ્યાન વાંચવા માટે યોગશાસ્ત્રની પસંદગી કરે છે, તેમાં પણ પ્રથમના ચાર પ્રકાશનાં વ્યાખ્યાનો વંચાય છે. મૂળ શ્લોકો સાથેનો પ્રસ્તુત અનુવાદ, આ. શ્રી હેમચંદ્રસૂરિએ સ્વોપજ્ઞ વિવરણ સાથે રચેલ સંપૂર્ણ યોગશાસ્ત્રના બારે પ્રકાશોનો-લગભગ બાર હજાર શ્લોકોનો અનુવાદ છે. એ ક્રાઉન પેજી સાઈઝ મોટા કદનાં પૃ. પ૬૮માં પ્રથમ વખત પ્રકાશિત થઈ વાચકો સમક્ષ રજુ થાય છે. આ અનુવાદ ઘણી સાવધાનતાથી કરેલો જાણી શકાશે અને વાંચતાં-વિચારતાં શુદ્ધ સ્વરૂપમાં જણાશે. પઠન-પાઠનમાં તેનો સર્વત્ર પ્રચાર થાય-એ આવશ્યક છે. એના સદુપદેશ-પ્રચારથી હિંસાઓ અટકે, અધિકારીઓ અને પ્રજાજનો સત્યના પક્ષપાતી બને, ચોરીઓથી અટકે, સદાચારી બને, સ્વદારસંતોષી, પરસ્ત્રી સહોદર, નીતિમાન બને, પરિગ્રહનું પરિમાણ કરી ન્યાયમાર્ગે ઉપાર્જન કરેલ દ્રવ્યને ધર્મકર્તવ્યોમાં અને સન્માર્ગમાં વાપરનાર થાય, શિકાર, જૂગાર, મદિરાપાન આદિ દુર્વ્યસનો-દુર્ગુણોને તથા માંસાહારને તજનાર થાય, સદ્ગુણી-સુસંસ્કારી બને, એથી પોતે સુખી થાય અને બીજાને સુખી કરે-બીજા જીવોને શાંતિ આપવાથી પોતે શાંતિ મેળવી શકે. એ આશા અસ્થાને નથી, સંભવિત છે. અત્યંત દુઃખ સાથે જણાવવું પડે છે કે, વર્તમાનમાં ભારતમાં-આર્યદેશમાં અહિસાને બદલે હિંસાને ઉત્તેજનો-પ્રલોભનો-પ્રોત્સાહનો અપાઈ રહ્યાં છે, તેના પ્રચારો થઈ રહ્યા છે. માંસ, મત્સ્ય, ઈંડા આદિના અભક્ષ્ય-અનાર્ય આહાર તરફ લલચાવાઈ રહ્યા છે-મુગ્ધ-અજ્ઞજનો દોરવાઈ રહ્યા છે-તેઓ પ્રસ્તુત યોગશાસ્ત્રના સદુપદેશોમાંથી શુભ પ્રેરણા મેળવી એથી વિરત થાય-એમ ઈચ્છીએ. મહર્ષિ પતંજલિના યોગાનુશાસનમાં સૂચવેલ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ-એ અષ્ટાંગ યોગનું સાચું સ્વરૂપ શ્રી હેમચન્દ્રાચાર્યના પ્રસ્તુત યોગશાસ્ત્રદ્વારા સમજી સજ્જનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 618