Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Hemsagarsuri, Munichandrasuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 8
________________ પ્રસ્તાવના અને વિવિધ પ્રકારના પ્રમાદને પરિહરવાની સમજાવટ છે. ત્યાર પછી ચાર શિક્ષાવ્રતોમાં ૧લા સામાયિકનું સ્વરૂપ, તેનાથી થતી કર્મ-નિર્જરાએ સંબંધમાં ચંદ્રાવતં સુકની કથા, રજા દેશાવગાસિક વ્રતનું સ્વરૂપ પૌષધવ્રત નામના ત્રીજા શિક્ષાવ્રતનું સ્વરૂપ સમજાવી ચુલની પિતાની કથા, ૪ થા અતિથિસંવિભાગનું સ્વરૂપ સમજાવતાં સુપાત્રદાન વિષયક સંગમકની કથા કહેલી છે. શ્રાવકનાં બાર વ્રતોના અતિચારો સમજાવી પંદર પ્રકારનાં કર્માદાનના વેપાર-ધંધાનો ત્યાગ કરવા માટે ઉપદેશ આપ્યો છે. મહાશ્રાવકની વ્યાખ્યા સમજાવતાં પોતાનું શુભ દ્રવ્ય વાવવાનાં સાત ક્ષેત્રો (૧ જિનબિંબ, ૨ જિનમંદિર, ૩ જિનાગમ૪ સાધુ ૫ સાધ્વી, ૬ શ્રાવક અને ૭ શ્રાવિકા) વિસ્તારથી સમજાવ્યાં છે. પ્રાસંગિક દિગમ્બરમતની માન્યતાને અયોગ્ય સાબિત કરી છે. મહાશ્રાવકની દિનચર્યા, ચૈત્યપૂજા, જિનવંદનની વિધિ સમજાવી છે. ઉત્કૃષ્ટ આદિ ચૈત્યવંદન-પ્રસંગે “ઈરિયાવહી' આદિ સૂત્રોના, નમોઘુર્ણ”, “અરિહંતચેઈ યાણ', લોગસ્સ પુફખરવદીવડુ', “સિદ્ધાણં બુદ્ધાણં', “જય વિયરાય', ‘વંદનક' આદી પ્રાકૃત સૂત્રોના અર્થ વિસ્તારથી સમજાવ્યા છે. ગુરુવંદનવિધિ, ઉભયકાલપૂજા, ૨૫ અવશ્યકો, ગુરુવંદનના ૩૨ દોષો, ગુરુ-શિષ્યના આલાપો, ૩૩ આશાતનાઓ, પ્રતિક્રમણ-શબ્દની વ્યાખ્યા, કાયોત્સર્ગ-વિધિ, કાયોત્સર્ગમાં તજવાના ર૧ દોષો, પ્રત્યાખ્યાનનું વિસ્તૃત સ્વરૂપ સમજાવ્યું છે. ત્યાર પછી રાત્રિ-કૃત્ય સમજાવતાં સ્ત્રીઓનાં અંગોની વૈરાગ્યાત્મક તાત્ત્વિક વિચારણા પ્રસંગે સ્થૂલભદ્રની અને વ્રત-પાલનની દઢતા વિષયક કામદેવ શ્રાવકની કથા, ઉત્તમ મનોરથોનું ચિંતન, શ્રાવકની ૧૧ પ્રતિમાઓનું સ્વરૂપ, સમાધિ-મરણ તે માટે આનંદ શ્રાવકની કથા, શ્રાવકત્વની પ્રશંસા, શ્રાવકની શ્રેષ્ઠગતિ જણાવી છે. (૪થા પ્રકાશમાં) આત્માનું રત્નત્રયી સાથે ઐક્ય, આત્મજ્ઞાનની સ્તુતિ, ક્રોધાદિ ચાર કષાયોનું સ્વરૂપ, કષાય અને ઈન્દ્રિયો ઉપર વિજય, મનઃશુદ્ધ વિના તપની નિષ્ફળતા, વેશ્યાઓનું સ્વરૂપ, રાગ-દ્વેષની દુર્જયતા, બંનેના વિજયના ઉપાય, સમતા(સામ્ય)નો પ્રભાવ, અનિત્ય, અશરણ, ભવ, એકત્વ, અન્યત્વ, અશુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, ધર્મસ્વાગતતા, બોધિદુર્લભતા, લોક અને એ બાર ભાવનાઓનું વિસ્તૃત સ્વરૂપ, સામ્ય-ફલ, ધ્યાનનું સ્વરૂપ, મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યશ્મ ચાર ભાવનાઓ, ધ્યાન કરનાર યોગીનું સ્વરૂપ સમજાવ્યું છે. (પમા પ્રકાશમાં) પ્રાણાયામ, રેચક, કુંભક, પૂરક વગેરેના ભેદો, તેની વિધિ, તેનું ફલ, પ્રાણનાં સ્થાન વગેરે, ગમાગમ પ્રયોગ, ધારણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન વાયુનું સ્વરૂપ, પ્રાણાદિ જયનું ફળ. ધારણા, વિધિ-ફલ, પવનની ચેષ્ટા, પવન-ચાર વગેરે જ્ઞાનનું ફળ, ભૌમાદિ ૪ મંડલ,પુરંદર વગેરે ચાર વાયુ, તેન જ્ઞાનનો ઉપયોગ, કાર્યને અનુલક્ષી વાયુ-ફળ, નાડી-સ્વરૂપ અને ફળ, કાલ(મરણ)-જ્ઞાન, મૃત્યકાલ-નિર્ણય માટે બાહ્ય લક્ષણ, બીજા પ્રકારે કાલ-જ્ઞાન, સ્વપ્નદ્વારા, બીજા નિમિત્તો, શકુન, આતુરશકુન, ઉપશ્રુતિ, શનૈશ્ચર પુરુષ, પ્રશ્ન-લગ્નને અનુલક્ષી, મેષ વગેરે રાશિઓમાં લગ્નાધિપતિઓ, યંત્ર, વિદ્યા-દ્વારા કાલમૃત્યજ્ઞાન, જય-પરાજય જાણવાનો ઉપાય, પ્રકારાન્તરે કાલજ્ઞાન, પવન-નિશ્ચય અને બિન્દુ-નિરીક્ષણના ઉપાય, નાડી-પરાવર્તન-શુદ્ધિ, સંચાર-ફળ, વેધવિધિ, પરકાય-પ્રવેશ વિષયક વિમર્શ. (૬ કા પ્રકાશમાં) પરકાય-પ્રવેશ અપારમાર્થિક જણાવી, પ્રાણાયામ મોક્ષ-હેતુ નથી-એમ સૂચવેલ છે. પ્રત્યાહાર અને ધારણાનાં સ્વરૂપ તથા ફળ દર્શાવ્યાં છે. (૭મા પ્રકાશમાં) ધ્યાન કરવા ઈચ્છનારનો ક્રમ, ધ્યાતા અને ધ્યેયનું સ્વરૂપ, ૧ પાર્થિવી, ૨ આગ્નેયી, ૩ વાયવી, ૪ વાણી અને ૫ તત્રભૂ ધારણાનું સ્વરૂપ, પિંડસ્થ ધ્યેયનું માહાસ્ય દર્શાવ્યું છે. (૮મા પ્રકાશમાં) પદસ્થ ધ્યેયનું લક્ષણ, ફળ, પદમયી દેવતા, મંત્રરાજના ધ્યાનનું ફળ, પરમેષ્ઠિ-વાચક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 618