Book Title: Yogshastra Author(s): Hemchandracharya, Hemsagarsuri, Munichandrasuri Publisher: Omkarsuri Gyanmandir Surat View full book textPage 6
________________ પ્રસ્તાવના શ્રી જૈનપ્રવચનના મહાનું પ્રભાવક, સમર્થ ધર્મોપદેશ “કલિકાલસર્વજ્ઞ' બિરુદથી પ્રખ્યાત આચાર્ય "શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી આજથી આઠસો વર્ષ પહેલાં-વિક્રમની બારમી અને તેરમી સદીમાં (સંવત ૧૧૪૫ થી ૧૨૨૯માં) વિવિધ સાહિત્યની રચના કરી સમાજ પર શ્રેષ્ઠ ઉપકાર કરી ગયા-એ સુવિદિત છે. સત્કર્તવ્યનિષ્ઠ, પરોપકાર-પરાયણ, રાજ-માન્ય, લોક-માન્ય,વિદ્ધમાન્ય, શ્રી સંઘમાન્ય, ગુજરાતનું ગૌરવ ગુજરાતના એ સપત ધર્માચાર્યની પ્રસ્તુત શ્રેષ્ઠ કતિ સંસ્કૃત યોગશાસ્ત્ર અપરનામ “અધ્યાત્મોપનિષદ'ને ગુજરાતી અનુવાદ સાથે વાંચી વિચારી જિજ્ઞાસુ સજ્જન વાચકો પ્રમુદિત થશે-એવી પૂર્ણ આશા છે. ગૂર્જરેશ્વર પરમહંત મહારાજા કુમારપાલના પણ આપણે સૌ આભારી છીએ કે, જેમની સભાવનાભરી પ્રાર્થના-પ્રેરણાને અનુસરી ધર્માચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યે આવા ઉત્તમોત્તમ શ્રેષ્ઠ શાસ્ત્રની રચના લોક-કલ્યાણ માટે કરી. પ્રાચીન સમયમાં મહર્ષિ પતંજલિએ સંસ્કૃત સૂત્રાત્મક સંખ્ય-પ્રવચનરૂપ યોગાનુશાસન-યોગશાસ્ત્રની રચના કરી હતી. જેમાં ૧ સમાધિપાદ, ૨ સાધનપાદ, ૩ વિભૂતિપાદ અને ૪ કૈવલ્યપાદ એવા જ વિભાવો છે. તેના ઉપર વ્યાસનું ભાષ્ય, તથા વાચસ્પતિમિશ્રની વૃત્તિ અને ધારેશ્વર મહારાજા ભોજદેવની “રાજમાર્તડ નામની વૃત્તિ અન્યત્ર પ્રસિદ્ધ છે. એથી જુદી શૈલીમાં જૈનપ્રવચનને અનુસરતી પ્રસ્તુત યોગશાસ્ત્રની રચના શ્રી હેમચંદ્રાચાર્યે ૧૨ પ્રકાશમાં વિભક્ત કરી સુગમ સંસ્કૃત પ્રાસાદિક ૧૦0૯ જેટલાં પદ્યોમાં કરી છે. તેના ૧ લા પ્રકાશમાં અનુરુપ શ્લોકો ૫૬, રજામાં શ્લો. ૧૧૫, ૩ જામાં ૧૫૫, ૪ થામાં ૧૩૬, ૫ મામાં ૨૭૩, ૬ ઢામાં ૮, ૭ મામાં ૨૮,૮મામાં ૮૧, ૯ભામાં ૧૬, ૧૦મામાં ૨૪, ૧૧મામાં આર્યા ૬૧ અને ૧૨મામાં પ૩ પદ્યો, છેલ્લે ૨ શાર્દૂલવિક્રીડિત વૃત્ત-એવી રીતે ૧૦૦૮ પદ્યોમાં આ સ્વોપજ્ઞ મૂળ યોગશાસ્ત્રની સરસ સંક્લના છે, તેના ઉપર બારહજાર શ્લોક-પ્રમાણ તેમનું જ સ્પષ્ટ સ્વોપજ્ઞ વિવરણ છે. તેના પ્રારંભમાં, પ્રાન્તમાં અને પ્રત્યેક પ્રકાશના અંતમાં આ રચનાના પ્રેરક, પ્રાર્થના કરનાર, શ્રવણ કરવા ઈચ્છનાર પરમાત મહારાજા કુમારપાલનો ઉલ્લેખ જોઈ શકાય છે. યોગશાસ્ત્રની સંકલના - પ્રસ્તુત યોગશાસ્ત્રના ૧૨ પ્રકાશોની સંકલના આ રીતે છે - (૧લા પ્રકાશમાં-) યોગિનાથ શ્રી મહાવીરનું મંગલ, અભિધેય, સંબંધ, પ્રયોજન દર્શાવી યોગનું મહાભ્યયોગનો પ્રભાવ દર્શાવવા દઢપ્રહારી, ચિલાતીપુત્ર, ભરત ચક્રવર્તી, મરુદેવીમાતા વગેરેનાં દૃષ્ટાન્તો સાથે યોગનું સ્વરૂપ સમજાવ્યું છે. “યોગ” અક્ષરરૂપ શલાકા વડે જેના કાન વિંધાયા નથી, તેવા નિષ્ફળ જન્મવાળા, નરપશુની ઉત્પત્તિ ન થાય-એ બહેત્તર છે-એમ જણાવ્યું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચાર વર્ગ-પુરુષાર્થોમાં ૧. અનેક પ્રાચીન-અર્વાચીન વિદ્વાનોએ એમના સંબંધમાં ચરિત્ર-પ્રબંધ આદિ રચેલ છે, તથા મારો લેખ આચાર્ય શ્રી હેમચંદ્ર (ઐતિહાસિક પ્રામાણિક પરિચય) “સુવાસ' માસિકમાં, સંવત ૧૯૯૫ ચૈત્રમાં ગુજરાતી સાહિત્ય પરિષદૂના નિબંધ-સંગ્રહમાં તથા “ઐતિહાસિક લેખ સંગ્રહ' સયાજી સાહિત્યમાલામાં પુષ્પ ૩૩૫, વડોદરા પ્રા. વિ. મ. મ. સ. યુનિવર્સિટી - પ્રકાશનમાં વિ. સં. ૨૦૧૯માં પ્રકાશિત છે. વાચકો અવશ્ય વાંચે. ૨. “રાજર્ષ કુમારપાલ” નામનો મારો લેખ, “સ્વાધ્યાય' તૈમાસિક પુસ્તક ત્રીજાના ચોથા જન્માષ્ટમી અંકમાં સં. ૨૦૨૨માં વડોદરામાં પ્રકાશિત છે, વિશેષ પરિચય માટે જિજ્ઞાસુઓએ વાંચવો. લા.ભ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 618