Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Hemsagarsuri, Munichandrasuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 13
________________ ૧ ર યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ સરખાવી શકાય. આ સિવાય આયુષ્ય જાણવાની-કાલજ્ઞાનની રીત, નાડી-સ્વરોદયજ્ઞાન, પરકાયપ્રવેશ, તથા છેલ્લે વિક્ષિપ્ત, યાતાયાત, શ્લિષ્ટ અને સુલીન એવા મનના ચાર ભેદોનું વર્ણન કરી પોતાનો સ્વાનુભવ બતાવ્યો છે. આ યોગશાસ્ત્ર એ જૈનોનાં તત્ત્વજ્ઞાનનો અને આચારનો મહત્ત્વનો અને આચારનો મહત્ત્વનો પાઠ્યગ્રન્થ છે. આ ઉપરાંત આમાં પ્રસંગાનુસાર દષ્ટાંતો, તથા ચૈત્યવંદન, ગુરુવંદન, આવશ્યક, પ્રત્યાખ્યાન(પચ્ચક્ખાણ) આદિ સૂત્રોના અર્થો વિસ્તારથી સમજાવ્યા છે. આમાં શ્રાવકો માટે જન્મથી મરણ સુધીમાં કરવા લાયક તમામ અનુષ્ઠાનોનું નિરૂપણ કરેલું છે. ગ્રન્થની મૂળભાષા સંસ્કૃત હોવાથી શ્રાવકોને તેટલો અભ્યાસ ન હોવાથી, જો ગુજરાતીમાં તેનો અનુવાદ થાય, તો સંસ્કૃત ભાષાના અનભિજ્ઞ-અજાણને પણ સ્વાધ્યાય-વાંચન સુલભ થાય. જો કે પહેલાં અપૂર્ણ ભાષાન્તરો થયાં છે; પ.પૂ. આગમોદ્ધારક શાસનસંરક્ષક આચાર્ય શ્રીસાગરાનંદ સૂરીશ્વરજી મ.ની યોગશાસ્ત્રનો સંપૂર્ણ અનુવાદ કરાવી પ્રગટ કરવા પ્રેરણા પામેલા શ્રાદ્ધધર્મપરાયણ મોતીચંદ મગનભાઈ ચોક્સી તરફથી કેટલાંક વર્ષો પહેલાં અભ્યર્થના થયેલ; પરંતુ પ્રાકૃત ગ્રંથોના અનુવાદ તરફ વિશેષ લક્ષ્ય જવાથી તે માટે વિલંબ થયો. - પ્રા. કુવલયમાલા મહાકથા, તથા પ્રા. સમરાદિત્યમહાકથાના અનુવાદ પૂર્ણ થયા બાદ તેઓએ પુનઃ સ્મરણ કરાવ્યું, જેથી તે કાર્યનો આરંભ કરી, સતત કાર્યશીલ બની, ધાર્યા કરતાં ટુંક સમયમાં સમગ્ર અનુવાદ શાસનદેવની સહાયતાથી, તથા સહવર્તી શિષ્યો મુનિરાજ શ્રી મનોજ્ઞસાગરજી, મુનિ શ્રી નિર્મળસાગરજી, મુનિશ્રીનંદીષેણસાગરજી અને મુનિ શ્રી જયભદ્રસાગરજીના સહકારથી પૂર્ણ કર્યો. તેમાં કોઈ ત્રુટિ ન રહેવા પામે, તે માટે પંડિતવર્ય લાલચંદ્ર ભગવાન ગાંધી પાસે સંશોધન કરાવી મુદ્રાણકાર્ય શરૂ કરાવ્યું, તે હાલમાં પૂર્ણ થઈ પ્રકાશમાં આવે છે. આજે તે સવિવરણ યોગશાસ્ત્રનો અનુવાદ વાચકવર્ગના હસ્તકમલમાં સમર્પણ કરી કૃતાર્થતા અનુભવું છું. ગોડીજી જૈન ઉપાશ્રય, મુંબઈ સંવત ૨૦૨૫ માધ શુ. ૫ - લિ. હેમસાગરસૂરિ ૧. દિ. વિદ્વાન શુભચંદ્રનો જ્ઞાનાર્ણવ, શ્રી હેમચંદ્રાચાર્યના પ્રસ્તુત યોગશાસ્ત્ર સાથે ઘણાં શ્લોકોમાં સામ્ય ધરાવે છે. કેટલાક શુભચંદ્રને શ્રી હેમચંદ્રાચાર્ય પહેલા થઈ ગયેલા સમજી તેના ગ્રંથમાંથી હેમચંદ્રાચાર્યે અવતરણો-શ્લોકપરાવર્તનો કર્યા હશે - તેવી શંકા કરે છે. પરંતુ અમારી સમજ પ્રમાણે ૫. યોગી શુભચંદ્રનો સમય શ્રી હેમચંદ્રાચાર્ય પછીનો છે. પં. આચાર્ય શ્રી શુભચંદ્ર રચેલ જ્ઞાનાર્ણવ (યોગપ્રદીપાધિકાર)નું એક તાડપત્રીય પુસ્તક જે. સં. ૧૨૮૫માં વૈ. શુ. ૧૦ના ગોમંડલમાં લખાવીને જાહિણિ સંયતિકાએ ધ્યાનાધ્યયનશાલી તપશ્રુત-નિધાન તત્વજ્ઞ યોગી મહાત્મા શુભચંદ્રને અર્પણ કર્યું હતું. તે એ જ શુભચંદ્ર જણાય છે. પાટણ (ગુજરાત)માં ખેતરવસી પાડાના જૈન ભંડારમાં નં. ૧૩ની એ પ્રતિનો અંતિમ ઉલ્લેખ અમે પાટણ જૈન ભંડાર-ગ્રંથસૂચીમાં દર્શાવ્યો છે. (ગાયકવાડ ઓ. સિરીઝ નં. ૭૬ જુઓ પૃ. ૨૭૬-૨૭૭) એથી સંભવિત છે કે શ્રી હેમચંદ્રાચાર્યના સ્વોપજ્ઞ યોગશાસ્ત્રના આધારે શ્રી શુભચંદ્ર જ્ઞાનાર્ણવની રચના કરી હશે. - લા. ભ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 618