________________
૧૦
યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ સાચા યોગીઓ બને. મહર્ષિ પતંજલિએ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એને યમ કહ્યા છે. શ્રી હેમચન્દ્રાચાર્યે એને મહાવ્રતો અને અણુવ્રતોના સ્વરૂપમાં સમજાવ્યા છે. મહર્ષિ પતંજલિએ “હિંપ્રતિષ્ઠા તનથી વૈરત્યા' એવું સૂત્ર રચ્યું છે-અર્થાત્ અહિંસાની પ્રતિષ્ઠા થતાં, તેની સમીપમાં વેરનો ત્યાગ કરવામાં આવે છે. શ્રી હેમચંદ્રાચાર્યે લોકોમાં પ્રચલિત વિવિધ પ્રકારની હિંસા તજવા વિસ્તારથી સમજાવ્યું છે, તથા અહિંસાની પ્રતિષ્ઠા કરનારા-કરાવનારા યોગીશ્વરો-અન્તો-તીર્થકરોના સાંનિધ્યમાં જાતિવેરવાળા પ્રાણીઓ પણ વેરનો ત્યાગ કરે છે-એ દર્શાવ્યું છે. એવી રીતે સત્યની, અચૌર્યની, બ્રહ્મચર્યની અને અપરિગ્રહની પ્રતિષ્ઠા થતાં ઉત્તમ લાભો સૂચવ્યા છે.
વિદ્યાવ્યાસંગી સગુણાનુરાગી સરલપ્રકૃતિ ઉદારચિત્ત અનુવાદક આચાર્ય શ્રી હેમસાગરસૂરિજીનો યોગાશાસ્ત્રનો ધન્યવાદાઈ આ અનુવાદ-પરિશ્રમ, તેમના પહેલા પ્રયત્નો પ્રા. કુવલયમાલાકથાનો અનુવાદ, પ્રા. સમરાદિત્ય-મહાકથાનો અનુવાદ આદિની જેમ અધિક સફલ અને ઉપયોગી થાય એવી આશા રાખીએ અને આશા છે કે-એવી રીતે શીલાંક શીલાચાર્યના પ્રા. ૫૪ મહાપુરુષોના ચરિત્રના એમના અનુવાદને થોડા સમયમાં પ્રકાશિત થયેલો આપણે જોઈ શકીશું.
–આવા અત્યંત ઉપયોગી શાસ્ત્રના શુભ સંપાદનકાર્યમાં અનુવાદક આચાર્યશ્રીએ, વિશેષ યોગ્યતા ન ધરાવનાર મારા સરખા અલ્પજ્ઞને જોડ્યો, એને હું મારું સદ્ભાગ્ય સમજું છું. આ શાસ્ત્રના સહસંપાદન કાર્યમાં મેં અલ્પમતિ પ્રમાણે શુદ્ધબુદ્ધિથી સાવધાનતાથી યથાશક્ય પ્રયત્ન કર્યો છે, તેમ છતાં મંદમતિને લીધે અથવા દૃષ્ટિદોષથી અલના થઈ ગઈ હોય, કે રહી હોય, તેની હું ક્ષમા યાચું છું. શુદ્ધિપત્ર પ્રમાણે રહેલી સ્કૂલનાઓ શુદ્ધ કરીને સુજ્ઞ સજ્જનો વાંચે-વિચારે અને અમને સૂચવવા કૃપા કરશે-તો આભારી થઈશું. બીજી આવૃત્તિપ્રસંગે સુધારી શકાશે.
-શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડના વ્યવસ્થાપકોએ ઘણાં ઉપયોગી ઉત્તમોત્તમ શ્રેષ્ઠ ગ્રન્થોનું પ્રકાશન કર્યું છે. એમના પ્રકાશનોમાં વિશેષ યશસ્વિ કહી શકાય-એવું આ પ્રકાશન ગણાશે. શાસન કરનારા શાસકોમાં-રાજા-પ્રજામાં સુસંસ્કાર સ્થાપન કરનાર, ઉત્તમ પ્રેરણા આપનાર, આ લોકનું અને પરલોકનું હિત કરનાર આવા ગ્રન્થોના અનુવાદો, દેશની અનેક ભાષાઓમાં હિન્દી, અંગ્રેજી વગેરેમાં પણ થાય. તથા તેનો પઠન-પાઠનાદિ પ્રચાર થાય એ અભિષ્ટ છે, હિતાવહ છે. આ શાસ્ત્રના પઠન-પાઠનથી મુમુક્ષુ સર્વ કોઈ ભવ્ય આત્મા સમ્યગ-જ્ઞાન-શ્રદ્ધા અને ચારિત્રરૂપ રત્નત્રયીનું આરાધન કરી મોક્ષ મેળવવા શક્તિશાળી થાય'-એવી શુભેચ્છા સાથે વિરમું છું.
સંવત ૨૦૨૫ માધ શુ. ૫ બુધ વડી વાડી, રાવપુરા, વડોદરા.
લાલચંદ્ર ભગવાન ગાંધી. (નિવૃત્ત “જૈનપંડિત વડોદરા-રાજ્ય)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org