Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Hemsagarsuri, Munichandrasuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 9
________________ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ પદમયી દેવતા, તેના પ્રકારો, સયુષ્ટિ-સહિત અન્યમંત્ર, તેનું ફળ, પ્રકારાન્તરે ધ્યાન સમજાવેલ છે. (૯મા પ્રકાશમાં) રૂપસ્થ ધ્યેય સમજાવી અશુભ ધ્યાનનો નિષેધ કર્યો છે. (૧૦મા પ્રકાશમાં) રૂપાતીત ધ્યેય ૧ આજ્ઞાવિચય, ૨ અપાયરિચય, ૩ વિપાકવિચય, ૪ સંસ્થાનવિચયનો પરિચય કરાવી લોકધ્યાન, ધર્મધ્યાનનું સ્વરૂપ સમજાવેલ છે. (૧૧મા પ્રકાશમાં) શુક્લધ્યાન, તેના અધિકારી, તેના ચાર ભેદો, અમનઔપણામાં પણ કેવલીની ધ્યાનસિદ્ધિ શુકલધ્યાનના ચાર પ્રકારો, ધાતિકર્મો, તીર્થંકરના અતિશયો, સામાન્ય-કેવલિનું સ્વરૂપ, કેવલિ-સમુદ્રઘાત, શૈલેશીકરણ, સિદ્ધાત્માના ઊર્ધ્વગમનનાં કારણો સમજાવેલ છે. (૧૨મા પ્રકાશમાં) અનુભવસિદ્ધ તત્ત્વનું કથન, ૧ વિક્ષિપ્ત, ર યાતાયાત, ૩ શ્લિષ્ટ અને ૪ સુલીન ભેદોવાળું ચિત્ત સમજાવી નિરાલંબન ધ્યાન, યોગનું સ્વરૂપ, ૧ બાહ્યાત્મા, ૨ અન્તરાત્મા અને ૩ પરમાત્માનું સ્વરૂપ, આત્મા અને પરમાત્માનું ઐક્ય, ગુરુ-પારતંત્રની આવશ્યકતા અને ગુણવત્તા, ગુરુના ઉપદેશાનુસાર યોગીનું વર્તન, ઔદાસીન્ય, તેનું ફળ, ઈન્દ્રિય-રોધ-નિષેધ, મનની સ્થિરતાનો ઉપાય, મન પર જય મેળવવાનો વિધિ, તેનું ફળ, અમનસ્કપણાનું ફળ, ઉપદેશનું સર્વસ્વ, યોગશાસ્ત્રની રચનામાં કારણ, ચૌલુકય મહારાજા કુમારપાલ ભૂપાલની પ્રાર્થના પ્રકાશિત કરેલ છે. ગૂર્જરેશ્વર મહારાજ કુમારપાલ વિ. સં. ૧૧૯૯ થી ૧૨૩૦ના રાજ્યકાલ-સમયે રાજર્ષિ, ધર્માત્મા અને પરમાઈત તરીકે પ્રસિદ્ધ થયા. તેમ જ મારિ-અર્થાત્ હિંસાના નિવારક થયા. રાજ્યમાં સર્વત્ર અહિંસાની ઉદ્યોષણા કરાવનાર-પળાવનાર થયા-જીવોને અભયદાન આપનાર-અપાવનાર થયા. તથા રાજ્યમાંથી શિકાર, જૂગાર, મદિરાપાન આદિ વ્યસનોને દેશવટો કરાવનાર થયા. એમાં નિમિત્તભૂત સદ્દગુરુ ધર્માચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય અને તેમનો સદ્ધર્મોપદેશ કહી શકાય. એ સદુપદેશને તત્ત્વજ્ઞાનમૃત-જલનિધિરૂપ તેમના પ્રસ્તુત યોગશાસ્ત્રમાં સરસ રીતે સંકલિત કરેલ છે, તે સુજ્ઞ વાચકો વાંચી-વિચારી શકે છે. મહારાજા કુમારપાલે આ યોગશાસ્ત્રનું ગૌરવ કરી તેને “અધ્યાત્મોપનિષદ્' નામનો પટ્ટબંધ કર્યો હતો. વીતરાગસ્તોત્ર-વૃત્તિ, કુમારપાલ-પ્રબંધ વગેરે પ્રસ્થમાં જણાવેલ છે કે જૈનધર્મ સ્વીકારતાં પહેલાં કોઈવાર મહારાજ કુમારપાલે અભક્ષ્ય-ભક્ષણ કર્યું હશે, તેના પ્રાયશ્ચિત તરીકે ગુરુજીએ તેમના માટે રચેલ વીતરાગસ્તોત્રના ૨૦ પ્રકાશો અને પ્રસ્તુત યોગશાસ્ત્રના બાર પ્રકાશનું પ્રતિદીન પઠન-પાઠન કરવા સૂચવ્યું હતું, જેથી ૩૨ દાંતોની શુદ્ધિ સાથે જીવન વિશુદ્ધ બને. તે પ્રમાણે મહારાજા સ્વાધ્યાય કરતા હતા. મહારાજા કુમારપાલના પઠન-પાઠન માટે વીતરાગસ્તોત્ર, યોગશાસ્ત્ર વગેરેની પ્રતિઓ સોનેરી અક્ષરોથી લખાયેલી હતી-એવા ઉલ્લેખો મળે છે. વર્તમાનમાં એ અપ્રાપ્ય છે, તેમ છતાં તેમના સ્વર્ગવાસ પછી ર૧મા વર્ષે વિ. સં. ૧૨૫૧માં ભીમદેવ (બીજા) મહારાજાના રાજ્યમાં, દર્ભવતી (ડભોઈ)ના શ્રીમાળી શ્રાવક દેવધરે લખાવેલ અને વટપદ્રક(વડોદરા)ના ૫. વોસરિના હાથે લખાએલ સવૃત્તિ યોગશાસ્ત્રનું તાડપત્રીય પુસ્તક ખંભાતના શ્રી શાંતિનાથ જૈન ભંડારમાં વિદ્યમાન છે, તેનો અંતિમ ઉલ્લેખ પિટર્સનના રિપોર્ટ ૩, પૃ ૭૭માં છે. “વટપદ્ર (વડોદરા)ના ઐતિહાસિક ઉલ્લેખો' નામના લેખમાં અને તે દર્શાવ્યો છે. (જુઓ “ઐતિહાસિક લેખ સંગ્રહ' સયાજી સાહિત્યમાલા પુષ્પ ૩૩૫, પૃ. ૪૧૧-૪૧૨) પાટણ, ખંભાત, વડોદરા, જેસલમેર વગેરેના અનેક પુસ્તક-ભંડારોમાં-જ્ઞાનમંદિરોમાં સ્વાધ્યાય પુસ્તિકાઓમાં, પ્રકરણસંગ્રહોમાં, યોગશાસ્ત્ર મૂળની તથા સ્વપજ્ઞ વૃત્તિની અનેક પ્રતિઓ મળી આવે છે. જેસલમેર અને પાટણના જૈન ગ્રંથભંડારોની વર્ણનાત્મક સૂચી (ગા. ઓ. સિ. નં. ૨૧, ૭૬) વગેરેમાં અમે સૂચવેલ છે. મારા સ્મરણ પ્રમાણે ૫૦ વર્ષ પહેલાં કલકત્તા-એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ તરફથી બિબ્લિઓથેકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 618