Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Hemsagarsuri, Munichandrasuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 7
________________ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ મોક્ષ મુખ્ય છે, તેનું કારણ યોગ છે અને તે સમ્યગુજ્ઞાન-દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયાત્મક છે. એમ જણાવ્યા પછી સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્રનું સ્વરૂપ દર્શાવતાં પાંચ મહાવ્રતોનું સંક્ષિપ્ત સ્વરૂપ તથા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનો પરિચય કરાવ્યો છે. એ પછી ગૃહિધર્માધિકારી થવા યોગ્ય જીવનમાં જરૂરી માર્ગનુસારી ૩૫ ગુણોનું આવશ્યક પ્રતિપાદન છે. (૨ જા પ્રકાશમાં-) શ્રાવકનાં ૧૨ વ્રતોનો પરિચય આપતાં, પહેલાં મૂળ સમ્યક્ત્વનું સ્વરૂપ સમજાવતાં મિથ્યાત્વનું સ્વરૂપ, એવી રીતે સુદેવ સાથે કુદેવ, સુગુરુ સાથે કુગુરુ અને સુધર્મ સાથે કુધર્મનાં લક્ષણો દર્શાવ્યાં છે, જેથી સુદેવ, સુગુરુ અને સુધર્મને ઓળખી, તેના ઉપર શ્રદ્ધા કરી સમ્યક્તનો સ્વીકાર કરી શકાય સમ્યક્ત્વનાં પાંચ ચિહ્ન પાંચ ભૂષણ તથા તજવાના પાંચ દુષણો સમજાવ્યાં છે. શ્રાવકોએ સમ્યકત્વમૂલક બાર વ્રતો સ્વીકારવાનાં હોય છે. તેમાંનાં પાંચ અણુવ્રતો સમજાવ્યાં છે - (૧લા) અહિંસા અણુવ્રતનું સ્વરૂપ સમજાવતાં હિંસા તજવા માટે વિવિધ પ્રકારનો ઉપદેશ, હિંસા કરનારની નિંદા, હિંસા કરનાર સુભૂમ અને બ્રહ્મદત્ત ચક્રવર્તીને નરકમાં જવું પડ્યું - તેના કથાનકો આપ્યાં છે. કુલ-ક્રમથી આવેલી હિંસાને તજનાર કાલસૌકરિક કસાઈના પુત્ર સુલસની પ્રશંસાત્મક કથા આપી છે. હિંસા કરનારના દમ, અધ્યયન, તપ વગેરે નિરર્થક જણાવ્યા છે. હિંસાના ઉત્તેજક અને ઉપદેશક શાસ્ત્ર રચનારની નિંદા, શિકારીઓ દ્વારા કરાતી હિંસા, લૌકિક શ્રાદ્ધાદિમાં થતી હિંસા, દેવને ભેટ ધરવાના અને યજ્ઞમાં હવન કરવાના બહાને તથા વિષ્ણ-શાંતિ માટે કરાતી-વગેરે સર્વ પ્રકારની હિંસા વર્જનીય જણાવી છે. તથા અહિંસાની સ્તુતિ, પ્રશંસા અને તેનાં શુભ ફલો કહેલાં છે. (૨ જા) અણુવ્રત (સત્ય)નું સ્વરૂપ સમજાવતાં અસત્યનાં અશુભ ફલો આ લોક અને પરલોકમાં કેવી રીતે ભોગવવાં પડે છે, તે ઉપર શુભ ફળવાળી કાલકાચાર્યની અને અશુભ ફલ આપનારી વસુરાજની કથા, પરપીડાકારી સત્ય વિષયક કૌશિકની કથા આપી છે. તથા અસત્ય બોલનારની નિંદા અને સત્ય બોલનારની સ્તુતિ કરવામાં આવી છે. (૩ જા) અણુવ્રત (અચૌર્ય)નું સ્વરૂપ સમજાવતાં અપેક્ષાએ હિંસા કરતાં પણ ચોરીમાં અધિક દોષ, ચોરી કરનાર મંડિક ચોર અને તેને તજનાર રૌહિણેય ચોરની ક્રમસર અશુભ-શુભ ફળ દર્શાવનારી કથા જણાવી છે. (૪થા) અણુવ્રત સ્વદારાસંતોષ અને પરદારાગમન-વિરમણ)નું સ્વરૂપ સમજાવતાં મૈથુનના, સ્ત્રીના, વેશ્યાના, પરદારાગમન, પરસ્ત્રીરમણ કરવાની અભિલાષાના પણ દોષો; તે સંબંધી રાવણની અને પરસ્ત્રીનો ત્યાગ કરનાર સુદર્શન શેઠની કથા, નારીએ પરપુરુષમાં આસક્તિ તજવી-તે સંબંધી ઉપદેશ, બ્રહ્મચર્ય-પાલનથી આ લોક અને પરલોકમાં થનાર શ્રેષ્ઠ ફળો દર્શાવ્યાં છે. (પમા) અણુવ્રત (પરિગ્રહ-પરિમાણ)નું સ્વરૂપ સમજાવતાં પરિગ્રહના દોષો, તે સંબંધમાં સગર ચક્રવર્તી, કુચિકર્ણ, તિલક શેઠ અને નંદરાજાની કથાઓ, પરિગ્રહ તજનાર સંતોષી અભયકુમારની કથા જણાવી સંતોષની પ્રશંસા કરી છે. (ત્રીજા પ્રકાશમાં) શ્રાવકનાં ૩ ગુણવ્રતોનો પરિચય આપ્યો છે. ૧લા દિવિરમણ ગુણવ્રત પછી બીજા ભોગોપભોગ-વિરમણ ગુણવ્રતનો વિસ્તારથી ખ્યાલ કરાવ્યો છે. વર્જવા યોગ્ય વસ્તુઓમાં મદિરાપાનના ત્યાગના અનેક પ્રકારે બોધ કરાવ્યો છે. માંસાહારના દોષો દર્શાવી તેના આહારનો નિષેધ કર્યો છે. મતાન્તરનું ખંડન કર્યું છે. માખણ, મધ, પાંચ પ્રકારનાં ઉદુમ્બર-ફલ-ભક્ષણ, અનંતકાય, અજ્ઞાત ફલ-ભક્ષણ-નિષેધ, રાત્રિભોજન-વર્જન, કાચા ગોરસ-મિશ્રિત દ્વિદલ, જન્તુમિશ્ર ફલ, ફૂલ આદિ અભક્ષ્ય તજવા ઉપદેશ આપ્યો છે. ૩જા અનર્થદંડ-વિરમણ નામના ગુણવ્રતનું સ્વરૂપ સમજાવતાં આર્ત-રૌદ્ર નામના દુર્ગાનને તજવા, પાપોપદેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 618