________________
એમને આ સતશાસ્ત્ર પ્રત્યે પરમ પ્રેમ-પ્રમોદભાવ ઉ૯લસાયમાન થયા, અને તેના પ્રકાશનનું શ્રેય પિતાને પ્રાપ્ત થાય એવી સહજ વૃત્તિ ઉદ્દભવી. તે અરસામાં તેમના સુશીલ ધર્મપત્ની ધર્મનિષ્ઠ શ્રી લીલાવતીબહેનને અકાળ સ્વર્ગવાસ થયો હોઈ, તેમના પુણ્ય સ્મરણાર્થે શ્રેય નિમિત્ત આ ગ્રંથ પ્રકાશિત કરવાની તેમની ભાવના બળવત્તર બની, અને મેં સાભાર સ્વીકારેલી તે અત્ર ફલવતી થયેલી પ્રશ્ય થાય છે. જેવા પરમાર્થ પ્રેમથી મેં આ કાર્ય કરવાનો પ્રયત્ન કર્યો, તેવા જ પરમાર્થ પ્રેમથી શ્રી મનસુખલાલભાઈએ જે આ પરમશ્રુતની પ્રભાવનાને અપૂર્વ કહા લઈ અનન્ય શ્રેય સંપાદન કર્યું છે, તે બદલ તેમને પુનઃ પુન: અભિનંદન અને ધન્યવાદ ઘટે છે. કારણ કે સશાસ્ત્રના લેખન, પૂજન, દાન, પ્રકાશનાદિ અમોઘ મોક્ષફલ આપનારા અવંધ્ય “ગબીજ” છે, એમ આ ગ્રંથમાં જ પ્રકાર્યું છે:
“લેખન પૂજન આપવું, શ્રત વાચના ઉદ્દબ્રાહે રે,
ભાવવિસ્તાર સજઝાયથી, ચિંતન ભાવન ચાહો છે.”– ગ૦ સઝાય. આ ગ્રંથની બીજભૂત વસ્તુને કંઈક નિદેશ મેં ઉપોદઘાતમાં કર્યો છે. તેને વૃક્ષરૂપ વિસ્તાર તે તે દષ્ટિના અધિકારમાં ચર્ચવામાં આવેલ છે,–જેના નિર્દેશ માટે અન્ન અવકાશ નથી. (જુઓ વિષયાનુક્રમણિકા). પ્રત્યેક અધિકારના પ્રાંતે તેને સાર આપ્યો છે તે પરથી, તેમ જ તે તે અધિકારના સાસંદોહ અને પુષ્ટિરૂપ કળશકાવ્યોની મેં કરેલી નવરચના પરથી પણ આ ગ્રંથની વસ્તુને સુજ્ઞ વાચકને વિશેષ ખ્યાલ આવી શકશે. અત્રે નિર્દિષ્ટ કરેલ પ્રત્યેક વિષયને સવિસ્તર વિચાર મેં વિવેચનમાં–“સુમનંદની બહટીકા'માં દાખવ્યો છે. તેમાં પણ ખાસ કરીને ઈરછાયેગ, શાસ્ત્રોગ, સામગ, અહિંસાદિ યમ, નિમિત્ત અને ઉપાદાન, ગબીજ, અવંચકત્રયી, સમાપતિ, વેદ્યસંવેદ્યપદ, અવેદ્ય સવેદ્યપદ, વિષમ કુતર્ક શહ, સર્વજ્ઞ તત્ત્વ અભેદ, આક્ષેપક જ્ઞાન, અસંગ અનુષ્ઠાન, યાતા ધ્યાન અને ધ્યેય, સમાધિ, મુક્ત તત્વ, ઈછાયમાદિ, કુલગી, પ્રવૃત્તચક્રગી એ આદિ અત્યંત રસમય ને મૌલિક નવીન વિષય પરત્વે તો મેં અત્ર મહારી “સુમનંદની” ટકામાં વિશિષ્ટ મીમાંસા કરી છે, જે તવપિપાસુ “સુમનો”ને રસપ્રદ થઈ પડશે. તે તે વિષયો મૂળ ગ્રંથમાં પ્રાય: સૂવરૂપ સંક્ષેપ નિદેશમાત્ર હેઈ, તેના પરમ પરમાર્થગભીર
આશય'નું સૂચન માત્ર કરતાં આટલું ગ્રંથગૌરવ વધી ગયું છે. તથાપિ આ ગ્રંથગોરવ પણ પ્રસ્તુત ગ્રંથરનના ગુણગૌરવ બહુમાનરૂપ હોઈ ક્ષમ્ય છે. અત્રે સ્વાધ્યાયમય યથાશક્તિ શ્રુતભક્તિ દાખવવાને “અપૂર્વ અવસર મને પ્રાપ્ત થયે તેથી નિજ ધન્યતા અનુભવી, આ ભક્તિરસ જાહ્નવીમાં નિમજજન કરી તત્વસુધારસ પાનનો રસાસ્વાદ લેવાનું પ્રત્યેક તત્તરસિક સજનને સપ્રેમ આમંત્રણ કરું છું.
“ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા, રસનાને ફલ લીધે રે;
દેવચંદ્ર કહે હારા મનનો, સકલ મરથ સીધો રે.”– શ્રી દેવચંદ્રજી. ૫, ચપાટી રોડ, રે મુંબઈ, ૭
ભગવાનદાસ મનસુખભાઈ મહેતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org