________________
૪. હે જગતના જીવો ! તમારા સુખનો એકમાત્ર ઉપાય પરમાત્મ તત્વનો
આશ્રય છે. સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધ સુધીની સર્વ ભૂમિકાઓ તેમાં સમાય છે. પરમાત્મ તત્ત્વનો જઘન્ય આશ્રય તે સમ્યગ્દર્શન છે; તે આશ્રય મધ્યમ કોટિની ઉગ્રતા ધારણ કરતાં જીવને દેશચારિત્ર, સકલચારિત્ર વગેરે દશાઓ પ્રગટ થાય છે અને પૂર્ણ આશ્રય થતાં કેવળજ્ઞાન અને સિદ્ધત્વ પામીને જીવ સર્વથા કૃતાર્થ થાય છે. આ રીતે પરમાત્મ તત્ત્વનો
આશ્રય જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. ૫. પરમાત્મા તત્ત્વનો આશ્રય જ સત્યાર્થ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન,
આલોચના, પ્રાયશ્ચિત, સામાયિક, ભક્તિ, આવશ્યક, સમિતિ, ગુમિ, સંયમ, તપ, સંવર, નિર્જરા, ધર્મ, શુક્લધ્યાન વગેરે બધુંય છે. એવો એક પણ મોક્ષના કારણરૂપ ભાવનથી જે પરમાત્મા તત્વના આશ્રયથી અન્ય
હોય. ૬. પરમાત્મા તત્વથી અન્ય એવા ભાવોને-વ્યવહાર પ્રતિકમણ, વ્યવહાર
પ્રત્યાખાન વગેરે શુભ વિકલ્પરૂપ ભાવોને મોક્ષમાર્ગ કેવળ ઉપચારથી
કહેવામાં આવે છે. ૭. પરમાત્મા તત્વના મધ્યમ કોટિના અપરિપકવ આશ્રય વખતે તે
અપરિપકવ્યતાને લીધે સાથે સાથે જે અશુદ્ધિરૂપ અંશ વિદ્યમાન હોય છે તે અશુદ્ધિરૂપ અંશ જ વ્યવહાર પ્રતિક્રમણ આદિ અનેક શુભ વિકલ્પાત્મક ભાવારૂપે દેખાવ દે છે. તે અશુદ્ધિ અંશ ખરેખર મોક્ષમાર્ગ કેમ હોઈ શકે
? તે તો ખરેખર મોક્ષમાર્ગથી વિરુદ્ધ જ ભાવ છે એમ તમે સમજો. ૮. શુભ ભાવો દરેક જીવ અનંત વાર કરી ચૂક્યો છે પરંતુ તે ભાવો તેને કેવળ
પરિભ્રમણનું જ કારણ થયા છે કારણ કે પરમાત્મા તત્ત્વના આશ્રય વિના આત્માનું સ્વભાવ પરિણમન અંશે પણ નહિ થતું હોવાથી તેને
મોક્ષમાર્ગની પ્રાપ્તિ અંશ માત્ર પણ હોતી નથી. ૯. સર્વજિનેન્દ્રોના દિવ્યધ્વનિનો સંક્ષેપસાર એ છે કે ભયંકર સંસાર રોગનું એક માત્ર ઔષધ પરમાત્મ તત્ત્વનો આશ્રય છે. વચનામૃત વીતરાગના પરમ શાંત રસ મૂળ;
ઔષધ એ ભવ ગના, કાયરને પ્રતિકૂળ ૧૦. જ્યાં સુધી જીવની દષ્ટિ ધ્રુવ અચળ પરમાત્મતત્ત્વઉપર ન પડતા ક્ષણિક
ભાવો ઉપર રહે છે ત્યાં સુધી અનંત ઉપાયે પણ તેના કૃતક ઔપાધિક