________________
ઉપયોગને તે તરફ લઈ જઈને વિકારી થાય છે. જો સવળા પુરુષાર્થથી તે તરફના ઉપયોગને ખસેડીને, પોતાના સ્વભાવ તરફ પરિણમન કરે તો કાંઈ તે કાળ કે કર્મ વગેરે પર દ્રવ્યો તેને કાંડું ઝાલીને ના પાડતા નથી.
માટે જીવીએ પ્રથમ તો પોતાના ચૈતન્યસ્વભાવને પરથી ભિન્ન જાણીને, ચૈતન્યનો જે ઉપયોગ પર તરફ એકાગ્ર થઈ રહ્યો છે, તે ઉપયોગને પોતાના આત્મા તરફ એકાગ્ર કરવાનો છે, એટલે માત્ર પોતાનો ઉપયોગ બદલવાનો છે, એ જ ખરો મુક્તિનો ઉપાય છે.
ઉપયોગ સ્વતરફએકાગ્ર કરવો એટલે પોતાના ચૈતન્ય સ્વભાવને જાણવો તેનું નામ છે “જ્ઞાન”. પોતાના ચૈતન્ય સ્વભાવની પ્રતીતિ-શ્રદ્ધા કરવી તેનું નામ છે “સમ્યગ્દર્શન અને પોતાના ચૈતન્ય સ્વભાવમાં રમવું-જામી જવુંલીન થવું-સ્થિર થવું તે છે “સમચારિત્ર'. આ એક પદમાં સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્મચારિત્ર ત્રણે સમાઈ જાય છે અને આ ત્રણની એકતાને જ મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. ત્રણ કાળ ત્રણ લોકમાં આ જ એક મોક્ષમાર્ગ છે. આ જ એક સુખી થવાનો ઉપાય છે. અને તેનો પુરુષાર્થ એ જ સત્ય
પુરુષાર્થ છે. બધા જીવો એ સન્માર્ગને પ્રાપ્ત થાઓ! ૯. દિવ્ય ધ્વનિનો સારઃ ૧. નિગોદથી માંડીને સિદ્ધ સુધીની સર્વ અવસ્થાઓમાં અશુભ, શુભ કે
શુદ્ધ વિશેષોમાં રહેલું જે નિત્ય નિરંજન ટેંકોત્કીર્ણ શાશ્વત એકરૂપ શુદ્ધ દ્રવ્ય સામાન્ય તે પરમાત્મા તત્ત્વ છે. તે જ શુદ્ધ અંત:તત્ત્વ, કારણ
પરમાત્મા, પરમ પારિણામિક ભાવ વગેરે નામોથી કહેવાય છે. ૨. આ પરમાત્મ તત્વની ઉપલબ્ધિ અનાદિ કાળથી અનંત અનંત દુ:ખને
અનુભવતા જીવે એક ક્ષણ માત્ર પણ કરી નથી. અને તેથી સુખ માટેના તેના સર્વ ઉપાય સર્વથા વ્યર્થ ગયા છે. બોધનો એકમાત્ર ઉદ્દેશ જીવોને
પરમાત્મ તત્વની ઉપલબ્ધિ અથવા આશ્રય કરાવવાનો છે. ૩. “હું ધ્રુવ શુદ્ધ આત્મ દ્રવ્ય સામાન્ય છું' એવી અનુભવ શ્રદ્ધા પરિણતિથી
માંડીને પરિપૂર્ણ લીનતા સુધીની કોઈ પણ પરિણતિને પરમાત્મતત્વનો આશ્રય, પરમાત્મતત્ત્વનું આલંબન, પરમાત્મતત્ત્વ પ્રત્યે ઝોક, પરમાત્મ તત્ત્વ પ્રત્યે વલણ, પરમાત્મતત્ત્વ પ્રત્યે સન્મુખતા, પરમાત્મતત્ત્વની ઉપલબ્ધિ, પરમાત્મતત્ત્વની ભાવના, પરમાત્મતત્ત્વનું ધ્યાન કહેવાય છે.