________________
દષ્ટિથી રાગ રહિત ચૈતન્ય સ્વભાવની શ્રદ્ધા કરવાનું આચાર્ય ભગવાન જણાવે છે; અને એ જ મોક્ષમાર્ગનો કમ છે.
હે જીવ! તું તારા સ્વભાવને તો સ્વીકાર, જેવો સ્વભાવ છે તેવો માન તો ખરો. જેણે પૂરા સ્વભાવને સ્વીકારીને સમ્યગ્દર્શન જાળવી રાખ્યું છે તે જીવ અલ્પ કાળે સ્વભાવના જોરે જ સ્થિરતા પ્રગટ કરીને મુક્ત થશે.
ખાસ પંચમ કાળના જીવો પ્રત્યે આચાર્ય ભગવાન કરુણાપૂર્વક કહે છે કે આ દગ્ધ પંચમ કાળમાં તું શક્તિ રહિત હો તો પણ કેવળ શુદ્ધાત્મ સ્વરૂપનું શ્રદ્ધાન તો અવશ્ય કરજે.
આ પંચમ કાળમાં સાક્ષાત્ મુક્તિ નથી, પણ ભવભયનો નાશ કરનાર, એવો પોતાનો દ્રવ્ય સ્વભાવ છે; તેની શ્રદ્ધા કરવી, એ નિર્મળ બુદ્ધિમાન જીવોનું કર્તવ્ય છે. તારા ભવ રહિત સ્વભાવની શ્રદ્ધાથી તું અલ્પ કાળમાં ભવ રહિત થઈ જઈશ.
માટે હે ભાઈ! પહેલાં તું કોઈ પણ ઉપાયે - પરમ પુરુષાર્થ વડે સમ્યગ્દર્શન પ્રગટ કર! આ છે “વીતરાગ દર્શન”. ૮. પુરુષાર્થ અને કાળઃ
પંચમ કાળ કઠણ છે - એમ કહીને અજ્ઞાની જીવો આત્મસ્વભાવની સમજણનો પુરુષાર્થ જ માંડી વાળે છે. જ્ઞાનીઓ તેને કહે છે કે ભાઈ રે, શું કાળ કે કર્મો કાંઈ તારું કાંડ પકડીને તને પુરુષાર્થ કરતા રોકે છે? અથતુ શું તારી સ્વપર્યાયને કાળ કે કર્મો રોકે ? નહિ, એ તો પર દ્રવ્યો છે ને તારી પર્યાયને રોકવા સમર્થ નથી. માટે હે ભાઈ! તું પરાધીન દષ્ટિ છોડીને તારા સ્વભાવને લક્ષે પુરુષાર્થ કર. પુરુષાર્થથી અવશ્ય મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઈ શકે છે.
આત્માના સ્વતંત્ર પુરુષાર્થને નહિ સ્વીકારનારા જીવો એમ માને છે કે પંચમ કાળ છે, માટે જીવોને પુરુષાર્થ ન થઈ શકે એ પરાધીન દષ્ટિ છે. જેઓ આત્માના સ્વતંત્ર પુરુષાર્થને સ્વીકારે છે અને સ્વાધીન દષ્ટિથી જોનારા છે, તેઓ એમ જાણે છે કે અત્યારના જીવો પોતે જ ઓછા પુરુષાર્થની લાયકાતવાળા છે, માટે પંચમ કાળ કહેવાય છે. આમાં એકની દષ્ટિ કાળ ઉપર છે, બીજાની દષ્ટિ આત્માના પુરુષાર્થ ઉપર છે, એ મોટો દષ્ટિ ભેદ છે.
ખરી રીતે કાળ દ્રવ્યની પર્યાય તો ત્રણે કાળ એક સરખી જ છે, તેમાં કોઈ ભેદ નથી; અને જીવની પર્યાય તો તે માત્ર નિમિત્ત છે. જીવના ભાવ