________________
છતાં એમ પ્રતીત રાખજે કે રાગ મારો સ્વભાવ નથી, અને રાગ વડે મને ધર્મ નથી. આમ રાગ રહિત સ્વભાવની શ્રદ્ધાપૂર્વક, જો રાગ રહિત ચારિત્ર દશા થઈ શકે તો તો તે પ્રગટ કરીને સ્વરૂપમાં ઠરી જજે, પણ જો તેમ ન થઈ શકે, અને રાગ રહી જાય તો તે રાગને મોક્ષનો હેતુ ન માનીશ. રાગથી ભિન્ન તારા ચૈતન્ય જ્ઞાન સ્વભાવની શ્રદ્ધા રાખજે.
કોઈ એમ માને કે પર્યાયમાં રાગ હોય ત્યાં સુધી રાગ રહિત સ્વભાવની શ્રદ્ધા કેમ થઈ શકે? પહેલાં રાગ ટળી જાય, પછી રાગ રહિત સ્વભાવની શ્રદ્ધા થાય. એ રીતે જે જીવ રાગને જ પોતાનું સ્વરૂપ માનીને સમ્યક શ્રદ્ધા પણ કરતો નથી, તેને આચાર્ય ભગવાન કહે છે કે હે જીવ! તું પર્યાય દષ્ટિથી રાગને તારું સ્વરૂપ માની રહ્યો છે. પણ પર્યાયમાં રાગ હોવા છતાં તું પર્યાયદષ્ટિ છોડીને, સ્વભાવદષ્ટિથી જો, તો તારા રાગ રહિત સ્વરૂપનો તને અનુભવ થાય ! જે વખતે ક્ષણિક પર્યાયમાં રાગ છે, તે જ વખતે રાગ રહિત ત્રિકાળી સ્વભાવ છે; માટે પર્યાય દષ્ટિ છોડીને તારા રાગ રહિત સ્વભાવની તું પ્રતીતિ રાખજે. એ પ્રતીતિના જોરે રાગ અલ્પ કાળે ટળી જશે; પણ એ પ્રતીતિ વગર રાગ કદી ટળવાનો નથી.
પહેલાં રાગ ટળી જાય, તો હું રાગ રહિત સ્વભાવની શ્રદ્ધા ક’ એમ નહિ, પણ આચાર્ય દેવ કહે છે કે પહેલાં તું રાગ રહિત સ્વભાવની શ્રદ્ધા કરે, તો તે
સ્વભાવની એકાગ્રતા વડે રાગ ટળે. “રાગ ટળે તો શ્રદ્ધા કરું, એટલે પર્યાય સુધરે તો દ્રવ્યને માનું' એવી જેની માન્યતા છે, તે જીવ પર્યાય દષ્ટિ છે, પર્યાય મૂઢ છે, તેને સ્વભાવ દષ્ટિ નથી, અને તે મોક્ષમાર્ગના કમને જાણતો નથી, કેમ કે તે સમ્યક શ્રદ્ધા પહેલાં સમ્યક ચારિત્ર ઇચ્છે છે.
રાગ રહિત સ્વભાવની પ્રતીતિ કરું તો રાગ ટળે' એવા અભિપ્રાયમાં દ્રવ્ય દષ્ટિ છે. અને દ્રવ્ય દષ્ટિના જોરે પર્યાયમાં નિર્મળતા પ્રગટે છે. મારો સ્વભાવ રાગ રહિત છે, એવા વીતરાગી અભિપ્રાયપૂર્વક (સ્વભાવના લક્ષે અર્થાત્ દ્રવ્ય દષ્ટિથી) જે પરિણમન થયું, તેમાં ક્ષણે ક્ષણે રાગ તૂટતો જાય છે અને રાગનો અલ્પકાળે નાશ થાય છે; એ સમ્યગ્દર્શનનો મહિમા છે. પણ જો પર્યાયષ્ટિ રાખીને પોતાને રાગવાળો માની લે તો રાગ ટળે કેવી રીતે ? “હું રાગી છું” એવા રાગીપણાના અભિપ્રાયપૂર્વક વિકારના લક્ષે અર્થાતુ પર્યાય દષ્ટિથી) જે પરિણમન થાય, તેમાં તો રાગની જ ઉત્પત્તિ થાય છે, થયા કરે પણ રાગ ટળે નહિ. તેથી પર્યાયમાં રાગ હોવા છતાં, તે જ વખતે પર્યાયદષ્ટિ છોડીને, સ્વભાવ