________________
આ સંબંધી શ્રુતજ્ઞાનના અવલંબનથી પોતે જ યથાર્થ તત્વ નિર્ણય કરવાનો છે, એની શ્રદ્ધા કરવાની છે, એમાં રમણતા, સ્થિરતા કરવાની છે.
‘હું શાન-આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું’ એ જ યથાર્થ તત્ત્વ નિર્ણય છે. એનો જ અભ્યાસ અને એના જ ઊંડા સંસ્કાર કાર્યકારી છે. સુખનો સાચો ઉપાય આ એક જ છે.
‘આત્માનો સ્વભાવ સંપૂર્ણ સ્વતંત્ર, પોતાથી પરિપૂર્ણ સુખરૂપ છે, તેને કોઈ પણ સંયોગોની અપેક્ષા નથી' એમ જ્ઞાનીઓ જાણતા હોવાથી તેઓ કદી પણ પોતાના સુખ માટે પરાશ્રયની જરૂર માનતા નથી; તેથી એવા જ્ઞાનીઓ જ સ્વાશ્રય સ્વભાવની એકાગ્રતારૂપ એના સ્વભાવના બળે, અહિંસાના જોરે, પરાશ્રયરૂપ ગુલામીના બંધનને સર્વથા છેદીને સંપૂર્ણ સ્વતંત્ર દશામાં સિદ્ધ ભગવાનપણે બિરાજે છે.
‘સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય' એમ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદ્ રાજચંદ્રે પણ લખ્યું છે. સિદ્ધ દશા એ જ પૂર્ણ સ્વતંત્ર અને સુખની દશા છે અને બધા જ જીવો એ દશાને પ્રાપ્ત થાઓ એ જ મંગલ ભાવના છે !
૭. હે ભવ્ય ! તું આટલું તો જરૂર કરજે !
,
આચાર્ય દેવ સમ્યગ્દર્શન ઉપર ખાસ ભાર મૂકીને કહે છે કે, હે ભાઈ ! તારાથી વિશેષ ન થાય તો પણ ઓછામાં ઓછું તું સમ્યગ્દર્શન તો અવશ્ય રાખજે. જે એનાથી તું ભ્રષ્ટ થઈશ તો કોઈ રીતે તારું કલ્યાણ થવાનું નથી. ચારિત્ર કરતા સમ્યગ્દર્શનમાં અલ્પ પુરુષાર્થ છે, માટે તું એ સમ્યગ્દર્શન તો અવશ્ય કરજે. સમ્યગ્દર્શનનો એવો સ્વભાવ છે કે જે જીવ તેને ધારણ કરે તે જીવ ક્રમે ક્રમે શુદ્ધતા વધારીને અલ્પ કાળે મુક્ત દશા પ્રગટ કરે છે. જીવને તે લાંબો કાળ સંસારમાં રહેવા દેતું નથી. આત્મ કલ્યાણનું મૂળ કારણ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે પૂર્ણ મોક્ષમાર્ગ છે.
હે ભાઈ ! જો તારાથી સમ્યગ્દર્શનપૂર્વક રાગ છોડીને, ચારિત્ર દશા પ્રગટ થઈ શકે તો તો તે ઉત્તમ છે, અને એ જ કરવા યોગ્ય છે. પણ જો તારાથી ચારિત્ર દશા પ્રગટ ન થઈ શકે, તો છેવટમાં છેવટ આત્મ સ્વભાવની યથાર્થ શ્રદ્ધા તો જરૂર કરજે. એ શ્રદ્ધા માત્રથી પણ તારું અવશ્ય કલ્યાણ થશે.
સમ્યગ્દર્શન માત્રથી પણ તારું આરાધકપણું ચાલુ રહેશે. વીતરાગ દેવે કહેલા વ્યવહારની લાગણી ઊઠે, તેને પણ બંધન માનજે. પર્યાયમાં રાગ થાય,