Book Title: Vitrag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 8
________________ ૪. અહો! હું જ તીર્થકર છું, હું જ જિનવર છું, મારામાં જ જિનવર થવાના બીજડા પડ્યા છે. પરમાત્માનો એટલો ઉલ્લાસ કે જાણે પરમાત્માને મળવા જતો હોય ! પરમાત્મા બોલાવતા હોય કે આવો આવો ચૈતન્યધામમાં આવો! અહાહા...! ચૈતન્યનો એટલો આહલા અને પ્રહલાદ્ હોય. ચૈતન્યમાં એકલો આહલા જ ભર્યો છે, એનો મહિમા, માહાભ્ય, ઉલ્લાસ, ઉમંગ અસંખ્ય પ્રદેશ આવવો જોઈએ. ૫. જૈન તત્વદર્શનના ભાવ સમજવા નિયમો ૧. જૈન દર્શન અનેકાંત સ્વરૂપ છે; તે દરેક વસ્તુને અનેકાંત સ્વરૂપમાં બતાવે છે. દરેક તત્ત્વ પોતાના સ્વરૂપમાં અતિરૂપ અને પરના સ્વરૂપથી નાસિરૂપ છે. આ અનેકાંત એ જ વસ્તુનું સ્વરૂપ સમજવાનો ઉપાય છે. તેનાથી જ જૈન દર્શનની મહત્તા છે. ૨. દરેકે દરેક તત્વ સ્વતંત્ર છે, પોતે પોતાથી અસ્તિરૂપ છે અને પરથી નાસિરૂપ છે. જેમાં જેની નાસ્તિ હોય તેમાં તે કાંઈ કરી શકે નહિ, તેથી કોઈ પણ તત્ત્વ બીજા કોઈ તત્ત્વનું કાંઈ પણ કરવા કદી સમર્થ નથી. ૩. દરેક દ્રવ્યો એક બીજાથી જુદા હોવાથી તેમના ગુણો અને પર્યાયો પણ ત્રિકાળ જુદે જુદા જ છે. અને દરેક દ્રવ્યના ગુણ-પર્યાય, પોત પોતાના દ્રવ્યના આધારે જ છે. કોઈ પણ દ્રવ્યના ગુણ-પર્યાય કદી પણ કોઈ બીજા દ્રવ્યના આધારે નથી. (એટલે કે દરેક દ્રવ્ય નિરાવલંબી, નિરપેક્ષ ૪. જીવ પોતે બીજા અનંત પર પદાર્થોથી ભિન્ન છે, તેથી કોઈ પણ પદાર્થો જીવને લાભ-નુકસાન કરી શકે નહિ. જીવનો પુરુષાર્થ સ્વતંત્ર છે. જગતના સર્વ દ્રવ્યો સ્વથી અતિરૂપ અને પરથી નાસિરૂપ એમ અનેકાંત સ્વરૂપ છે. એ અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપની સ્વતંત્રતા અને પૂર્ણતા છે. આમ ભેદ કરાવીને, જૈન દર્શન આત્મસ્વભાવ સાથે એકતા કરાવે છે, ને પર સાથેનો સંબંધ તોડાવે છે. ૫. જૈન દર્શનના શાસ્ત્રોનું કોઈ પણ કથન હોય, તેનું મૂળ પ્રયોજન “વીતરાગ ભાવ' પ્રેરવાનું જ છે. એ પ્રયોજનને અખંડ રાખીને જ જૈન શાસ્ત્રોના અર્થ સમજવા.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 228