Book Title: Vitrag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 7
________________ ૩. ભગવાન આત્મા પૂર્ણાનંદનોનાથ મહા પરમાત્માના અંતર સ્વરૂપે ભરેલો એવો પરમાત્મા જ હું છું અને જે હું છું તે જ પરમાત્મા છે. હું પરમાત્મા અને પરમાત્મા તે હું-અહાહા !! એ કબૂલાત કેવા પુરુષાર્થમાં આવે ! ૪. વીતરાગ સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ પરમાત્મા સો ઈન્દ્રોની ઉપસ્થિતિમાં સમવસરણમાં લાખો-કરોડો દેવાની હાજરીમાં એમ ફરમાવતા હતા કે તું પરમાત્મા છો એમ નક્કી કર! ભગવાન ! તમે પરમાત્મા છો એમ નક્કી કરવા ઘો! કે એ નક્કી ક્યારે થશે? કે જ્યારે તું પરમાત્મા છો એવો સ્વાનુભવ થશે ત્યારે આ પરમાત્મા છે એવો વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહાર નક્કી થશે નહિ. આવું નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપદરેક ઠેકાણે જાણવું. બસ તત્ત્વનો યથાર્થ નિર્ણય એ જ પ્રથમ વાત છે. ” ૪. “બધા જીવો સુખી થાવ!' ૧. અહો! બધા જીવો વીતરાગમૂર્તિ છે. જેવા છો તેવા થાવ. બીજાને મારવા એ તો ક્યાંય રહી ગયું ! બીજાનો તિરસ્કાર કરવો એ પણ ક્યાંય રહી ગયું ! પણ બધા જીવો સુખી થાવ! અમારી નિંદા-તિરસ્કાર કરીને પણ સુખી થાવ, ગમે તેમ પણ સુખી થાવ! પ્રભુનો પ્રેમ તો લાવ ભાઈ! તારે પ્રભુ થવું છે ને! માર ધડાક પહેલેથી! તું પામર છો કે પ્રભુ છો? તારે શું સ્વીકારવું છે? પામરપણું સ્વીકારે તો પામરપણું કદી ન જાય ! પ્રભુપણે સ્વીકાર્યથી પામરપણું ઊભું નહિ રહે ! ભગવાન આત્મા-હું પોતે દ્રવ્ય સ્વભાવે પરમેશ્વર સ્વરૂપે જ છું એમ જ્યાં પરમેશ્વર સ્વરૂપનો વિશ્વાસ આવ્યો તો તું વીતરાગ થયા વિના રહીશ જ નહિ. ૩. અરે જીવ! એકવાર બીજું બધું ભૂલી જાને તારી નિજ શક્તિને સંભાળ! પર્યાયમાં સંસાર છે, વિકાર છે -એ ભૂલી જા. ને નિજ શક્તિની સન્મુખ જે તો તેમાં સંસાર છે જ નહિ. ચૈતન્ય શક્તિમાં સંસાર હતો જ નહિ, છે જનહિ અને થશે પણ નહિ. લ્યો આ મોક્ષ! આવા સ્વભાવની દૃષ્ટિથી આત્મા મુક્ત જ છે. માટે એક વાર બીજું બધું ય લક્ષમાંથી છોડી દે ને આવા ચિદાનંદ સ્વભાવમાં લક્ષને એકાગ્ર કર તો તને મોક્ષની શંકા રહેશે નહિ, અલ્પ કાળમાં અવશ્ય મુક્તિ થઈ જશે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 228