________________
જૈન શ્રમણ
9 99999939999 99999 શ્રી આચારાંગ સૂત્રના ટીકાકારે જૈન સાધુ ભગવંતના પર્યાય શબ્દમાં સૌથી શ્રેષ્ઠ શબ્દ માન્યો છે— ‘અણગાર.' ‘આગાર એટલે ઘર' અને અણગાર એટલે ઘર વિનાનો.' લોકો ઘર વિનાનો અર્થ સાંભળીને ગભરાઈ જાય છે, પરંતુ એનો ભાવાર્થ ઊંડો છે. સાધુ ઘર વિનાનો છે એટલે “વિશ્વ જ એનું ઘર, વિશ્વના માનવો એ જ એનો પરિવાર, વિશ્વના જીવ માત્ર એ જ એનો સ્વજન વર્ગ છે.'' આવા શ્રમણોને આજે પણ લોકો ‘વિશ્વની અજાયબી’ જેવા સમજે છે. ઘર એટલે ગૃહ....અને ગૃહમાં રહે તે ગૃહસ્થ...પણ ‘જૈન શ્રમણ વિશ્વસ્થ છે.' ગૃહસ્થ નથી.
SAQAQAQAQARAQANAQAQA QARAQAQARQARAQANAQAQA
નાના બાળકને પોતાની કોઈ ચિંતા કરવાની હોતી નથી. પોતાની મૂડી ઊભી કરવાની નથી હોતી, પણ માબાપ તેના માટે સર્વસ્વ ન્યોછાવર કરતાં જ હોય છે. એ જ રીતે શ્રાવકો-જૈન ઉપાસકો સાધુ-સંતો માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરવા સદા સમાતુર જ હોય છે.
અન્ય સાધુઓના અને ભૂતકાળના વિહારના અનુભવોનો ઉલ્લેખ તો ભવ્ય જ છે, પણ હું મારા સાધુ- H જીવનના વિહારના અનુભવો વિચારું છું તો, મને પોતાને આશ્ચર્ય થાય છે. કોઈવાર રાજમહેલોમાં અને ગવર્નર હાઉસમાં પણ મુકામો કર્યા છે. કોઈવાર મુકામ ન મળે, તો બસ-સ્ટેન્ડમાં પણ રાત વિતાવી છે. બસ-સ્ટેન્ડ જેવા આશ્રય ન મળ્યા તો કોઈ ઝાડ નીચે પણ રોકાણ કર્યું છે. કોઈવાર પશુઓની ગમાણમાં અડધી જગા કરીને રાત ગાળી છે, તો કોઈવાર ખાલી થયેલ જેલમાં પણ સમય ગાળ્યો છે. ‘વિહાર-પદયાત્રા' સાધુ જીવનની વિશેષતા છે. એમાંય ગુજરાત અને રાજસ્થાન જેવા પ્રદેશોથી દૂર વિહાર થાય છે, ત્યારે અવનવી અવનિનો પરિચય થાય છે. ‘વિહાર-પદયાત્રા’—પરિભ્રમણ ભલે જૈન સાધુનું પોતાની સ્વ-સાધનાનું કર્તવ્ય હોય, પણ એનાથી જે પરોપકાર થાય છે, તે અનન્ય છે. પુષ્પનો પરિમલ પવન પ્રસરાવે છે, તો પુષ્પની પરાગને ભમરો પ્રસરાવે છે. જૈન શ્રમણો અધ્યાત્મ-ઉત્થાનનાં સર્વોત્તમ પુષ્પોના પરાગને ભ્રમરરૂપે કરી ચારે દિશામાં પ્રસરાવે છે. જૈન ધર્મના મહાનમાં મહાન સંતને પણ મળવું સુલભ હોય છે, કારણ કે તેઓ મુક્ત રીતે વિહરતા અને વિચરતા જ હોય છે. આવાં સુંદર કર્તવ્યોની જ્યારે લોકોને જાણ થાય કે જૈન સાધુ પૈસાને સ્પર્શતા જ નથી, બેંકમાં ખાતાં પણ રાખતાં જ નથી, કોઈ થાપણ કોઈ ઠેકાણે રાખતાં નથી ત્યારે જિજ્ઞાસુઓ આશ્ચર્ય પામે છે : “તમારું જીવન કેવી રીતે ચાલે છે?’’ સાધુનું જીવન ચાલી રહ્યું છે ભારતીય સંસ્કૃતિમાં સ્થપાયેલ સાધુ-સંતોની સેવાના આદર્શ પર અને જૈન શ્રાવક સંઘમાં તેઓના સાધુ-સંતો પ્રત્યે રહેલા અગાધ ગુરુ પ્રેમ ઉપર....!
ઓછામાં ઓછી આવશ્યકતાથી જીવન ચલાવવું. જેવું મળે તેવું લઈને—પહેરીને કે આરોગીને જીવન વિતાવવું...આ પ્રવૃત્તિઓના બદલામાં સહુને પ્રભુમય બનાવવાં. શાશ્વત પરમાનંદના ધામ જેવા મોક્ષ સ્થાનની પ્રાપ્તિ માટે સહુને વધુમાં વધુ જાગૃત કરવાં આ જૈન સાધુઓનું ધ્યેય હોય છે, માટે જ આવા ધ્યેયધારી સાધુઓ આજે પણ “વિશ્વની અજાયબી’” સમાન છે.
૭૦ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અહિંસકતા.....
સતત જાગૃત રહી કેળવેલી અપરિગ્રહતા....
કોઈ પણ જાતના આગ્રહથી રહિત મનોવૃત્તિરૂપ અનેકાંતમયતા....
સદા પરિભ્રમણ દ્વારા સિદ્ધ થતી અણગારિતા...
ઉદર-પૂર્તિ પૂરતા જ અન્નની આવશ્યકતા....
૨૧
Jain Education Intemational
66666666226262666666*6
બંને
For Private & Personal Use Only
www.jainelibrary.org