________________
૨૦
6666266666662646266
વિશ્વ અજાયબી :
09 9999 99999 9999
જૈન શ્રમણ : એક વિશ્વ અજાયબી
પ્રસ્તાવના
JYOTI
Jain Education International
PRI
વિહાર જ્યારે પણ કરીએ છીએ, ત્યારે અમારી તરફ લોકોનાં નેત્રો વિસ્મયભર્યાં હોય છે. તેમનો પ્રશ્ન હોય છે—“આ લોકો શા માટે ખુલ્લા પગે ચાલે છે?’' કેટલાંકનાં નેત્રો અહોભાવથી ભર્યાં હોય છે—“અહો! સાધુ-સંતોનું જીવન કેટલું ધન્ય છે!” કેટલાંક પોતાની જિજ્ઞાસા રોકી શકતાં નથી માટે નજીક આવીને પૂછે છે—“તમે ક્યાં જાઓ છો? ક્યાં સુધી ચાલતા રહેશો? એકાદ પાદયાત્રા પૂર્ણ કરીને તો તમારા એક મુખ્ય મઠમાં તો સ્થિર થઈ જશો ને? એમના પ્રશ્નોના જવાબ આપવા જ પડે છે. જૈન શ્રમણો શ્રાવકોના—પોતાના ઉપાસકોના અથવા કોઈ અન્ય લોકોનાં મકાનોમાં રહે છે તેથી તેઓને ખૂબ જ આશ્ચર્ય થાય છે,” : શું આ સાધુઓ જિંદગીભર પ્રવાસ જ કરે છે?”
પૂ.આચાર્ય દેવેશ રાજયશસૂરીશ્વરજી મ.સા.
જૈન શ્રમણોને લોકોએ નદી સાથે સરખાવ્યા છે. ‘વહેવું’ એ જ નદીનો ધર્મ છે. સ્થિર થયેલું જળ, તળાવ કે સરોવર બની શકે, પણ નદી તો ન જ બની શકે. ઇતિહાસવિદો કહે છે “સંસ્કૃતિની શરૂઆત નદીના કાંઠે જ થાય છે. નદી પોતાના શીતળ અને સ્વચ્છ જળથી માનવને તૃપ્ત કરે છે. એવી જ રીતે શ્રમણો જનસાધારણની જિજ્ઞાસાને તૃપ્ત કરી તેમની આંતરસૂઝને વિકસિત કરે છે. આ બધામાં નદીનું વહેવું ખૂબ જરૂરી ગણાયું છે. સાધુ જીવનમાં— જૈન શ્રમણમાં ‘પદયાત્રા' સૌથી વધુ અજાયબી પ્રેરે તેવું આચરણ છે. અલ્પકાલીન પદયાત્રાઓ આજે પણ રાજકીય આંદોલનોને સફળ બનાવે છે. પદયાત્રાની આ વિશેષતા જો ભારતના તમામ સાધુ-સંતોએ સ્વીકારી લીધી હોત તો, મઠ કે આશ્રમની પરંપરા ચાલુ ન થઈ હોત. આશ્રમ-મઠ કે પોતાનું નિજ સ્થાન જૈન શ્રમણ પરંપરામાં ક્યારેય મેળ ખાતું નથી.
sa999 99999 999999 909ରତି
For Private & Personal Use Only
266666262620626666666
www.jainelibrary.org