________________
ઉપદેશપદ : ભાગ-૨
44
इहाध्यात्मलक्षणमित्थमवसेयं – “ औचित्याद् वृत्तयुक्तस्य वचनात् तत्त्वचिन्तनम् । मैत्र्यादिभावसंयुक्तमध्यात्मं तद्विदो विदुः ॥ १ ॥ " इति ततोऽध्यात्ममेव मूलं तेन बद्धमायत्तीकृतमध्यात्ममूलबद्धम्, अतो भूमिकाशुद्धावेवानुष्ठानस्येष्टफलत्वाद्धेतोर्यदनुष्ठानं परमार्थतस्तदनुष्ठानं ब्रुवते तुच्छमलतुल्यमसारशरीरलग्नमलसदृशमन्यदध्यात्ममूलबन्धविकलमन्येऽपि तीर्थान्तरीया अध्यात्मशास्त्रज्ञा ब्रुवन्तीति यदेवाध्यात्मबन्धप्रधानमनुष्ठानं तदेव भवव्याधिक्षयकरणतया तत्त्वतोऽनुष्ठानम् । तद्विलक्षणं च शरीररूढरजोराशिवद् मालिन्यकारितयाऽत्यन्ततुच्छमन्येऽपि योगशास्त्रविदो विदुरिति ॥३६८ ॥
આ જ વિષયને પરમતના સંવાદથી જણાવે છે—
ગાથાર્થ-આથી જ અધ્યાત્મ શાસ્ત્રના જ્ઞાતા બીજાઓ પણ અધ્યાત્મમૂલથી બદ્ધ અનુષ્ઠાનને અનુષ્ઠાન કહે છે, અન્ય અનુષ્ઠાનને તુચ્છ મલ સમાન જાતે જ કહે છે.
ટીકાર્થ-આથી=ભૂમિકા શુદ્ધ હોય તો જ અનુષ્ઠાન ઇષ્ટફલવાળું બનતું હોવાથી. અધ્યાત્મનું લક્ષણ આ પ્રમાણે છે—“ઉચિતપ્રવૃત્તિપૂર્વક વ્રતથી યુક્ત જીવના મૈત્રી આદિ ભાવનાથી અતિશય ગર્ભિત હૃદયથી શાસ્ત્રના આધારે જીવાદિ પદાર્થોના ચિંતનને અધ્યાત્મને જાણનારાઓ અધ્યાત્મ જાણે છે=કહે છે.” (યોગબિંદુ-૩૫૮)
બીજાઓ=અન્યદર્શનીઓ.
અનુષ્ઠાનના
અધ્યાત્મમૂલથી બદ્ધ=અધ્યાત્મરૂપ મૂળથી આધીન કરાયેલું, અર્થાત્ મૂળમાં (=પાયામાં) અધ્યાત્મ રહેલું હોય તે અનુષ્ઠાન અધ્યાત્મ મૂલથી બદ્ધ છે.
અન્ય=અધ્યાત્મમૂલના બંધનથી રહિત.
તુચ્છમલ સમાન=અસાર શરીરે લાગેલા મેલ સમાન.
યોગશાસ્ત્રના જાણકાર અન્યદર્શનીઓ પણ જે અનુષ્ઠાન અધ્યાત્મના બંધનવાળું હોય, એથી જ મુખ્ય હોય, તે જ અનુષ્ઠાન ભવરૂપ વ્યાધિનો ક્ષય કરનારું હોવાથી તત્ત્વથી અનુષ્ઠાન છે, એનાથી વિરુદ્ધ લક્ષણવાળું અનુષ્ઠાન શરીરે લાગેલા ધૂળસમૂહની જેમ મલિનતા કરનારું હોવાથી અત્યંત તુચ્છ છે, એમ જાણે છે=કહે છે. (૩૬૮) इदं चाध्यात्मं यतो भवति, यच्चातः प्रवर्त्तते, तद् दर्शयतिसुद्धाणाजोगाओ, अज्झप्पं सति इओ समालोचो ।
हंदि अणुट्ठाणगओ, ततो य तं नियमतो होति ॥ ३६९ ॥ शुद्धाज्ञायोगादध्यात्ममुक्तरूपं 'सदा' सर्व्वकालं सञ्जायते न पुनरन्यथापि,
૧. જાતે જ કહે છે એનો અર્થ એ છે કે બીજાઓના કહેવાથી કહેતા નથી કિંતુ તેમને પોતાને આવું જણાય છે તેથી કહે છે.